Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

મ્યુ. કોર્પોરેશનમાં વિવિધ કેડરની ૧૬૦૦ જગ્યાઓ ખાલીઃ ટૂંક સમયમાં ૧૬૦ની ભરતી કરવા તૈયારીઓ

વર્ગ-૪માં ૧૦૮૧ જગ્યાઓ ખાલીઃ વર્ગ-૩માં ૪૯૩ જગ્યાઓ ખાલીઃ કુલ ૧૮ કેડર અને ૪૦ શાખામાં ખાલી જગ્યાઓ ભરવા કવાયત

રાજકોટ, તા. ૪ :. મ્યુ. કોર્પોરેશનમાં સ્ટાફ સેટ અપ મુજબ ૧૬૦૦ જેટલી જગ્યાઓ ખાલી પડી છે. તેમાંથી આગામી ટૂંક સમયમાં ૧૬૦ જગ્યાઓ ભરવા તંત્ર વાહકોએ તૈયારીઓ શરૂ કરી છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત આંકડાકીય વિગતો મુજબ મ્યુ. કોર્પોરેશનમાં વર્ગ-૧, ૨, ૩, ૪ની કુલ ૧૬૦૦ જેટલી જગ્યાઓ ખાલી પડી છે.

દરમિયાન હવે આગામી ટૂંક સમયમાં ૪૦ જેટલી શાખાઓમાં જુદી જુદી ૧૮ કેડરની કુલ ૧૬૦ જેટલી જગ્યાઓ ભરવા માટે કવાયત શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે.

નોંધનીય છે કે જે જગ્યાઓ ખાલી પડી છે તેમા વર્ગ-૪ની ૧૦૮૧, વર્ગ-૩ની ૪૯૩ વગેરે જગ્યાઓ ખાલી છે.

(3:24 pm IST)