Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

આજી ડેમ વિસ્તારમાંથી પકડાયેલ ઈંગ્લીશ દારૂના ગુનામાં આરોપીની રીમાન્ડ રદ

રાજકોટ, તા. ૫ :. એડી. ચીફ જ્યુડી. મેજી. શ્રી એસ.બી. શાહે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૧૧૬૬ નંગ ઈંગ્લીશ દારૂના ગુન્હામાં આરોપીના ૩ દિવસના રીમાન્ડની માંગણી કરતી અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ બનાવની ટૂંક હકીકત એવી છે કે, ગત તા. ૨-૯-૨૦૧૮ના રોજ આજી ડેમ પોલીસે ૧૧૬૬ નંગ ઈંગ્લીશ દારૂની બોટલો કિંમત રૂ. ૨૧૯૬૦૦નો ઈંગ્લીશ દારૂ ટાવેરા ગાડી નં. જીજે સી-એ ૮૪૭૨ સાથે આરોપી અશોક રોજાસરાને પકડેલ હતો. જે અનુસંધાને નવાગામના રહેવાસી ભરત પુંજાભાઈ પલાળીયાનું નામ પણ ખુલેલ હતુ જેની અટક આજી ડેમ પોલીસે કરતા આ આરોપીના ૩ દિવસની રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરેલ હતો.

આરોપીના વકીલશ્રી સંજય એચ. પંડિતએ રીમાન્ડ અરજીનો વિરોધ કરેલ હતો અને હાલના કામે આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગ્રેશનની કોઈ જરૂરીયાત નથી અને આરોપીની હાજરી  વિના પણ તપાસ આગળ ચાલી શકે તેમ છે જે તમામ હકીકતો અંગે ધારદાર રજુઆતો કરેલ અને નામદાર વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખેલ જે કોર્ટ ગ્રાહ્ય રાખી આજી ડેમ પોલીસે કરેલ રીમાન્ડ અરજી નામંજુર કરેલ હતી.

આ કામે આરોપી વતી એડવોકેટ સંજય એચ. પંડિત, બલરામ એસ. પંડિત, ભાવીસા પંડિત, રિદ્ધિ રજા, ગૌતમ શીરવાણી વિગેરે રોકાયેલ હતા.

(3:40 pm IST)