Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ચેકરિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ૯ લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા.૫: અત્રે ફરીયાદી મનિશ મેઘજી પાદરીયાએ ઇનોવા કારના વેચાણ સંબંધે રૂ.૬,૮૦,૦૦૦ પુરા બેન્ક મારફત અને રૂ.૧,૨૦,૦૦૦ પુરા રોકડા આરોપીની ઇનોવા ખરીદનારને ચુકવેલ જે રકમ પરત કરવા આરોપી વિજય જેઠાભાઇ નારીયાએ ફરીયાદીને આપેલ રૂ.૯,૦૦,૦૦૦ પુરાનો ચેક રીટર્ન થતા તમામ કાર્યવાહી ફરીયાદી મારફત કરાવતા એડી.ચીફ.જયુડી. મેજી.શ્રી એન.એચ.વાસવેલીયા સાહેબે આરોપી વિજય જેઠાભાઇ નારીયાને એન.આઇ.એકટ મુજબ તકસીરવાન ઠરાવી ૧-વર્ષની સજા તથા રૂ.૯,૦૦,૦૦૦ પુરા ફરીયાદીને વળતર સ્વરૂપે આપવા તથા વળતર નહી ચુકવ્યે વધુ ૬-માસની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગતે વિજય જેઠાભાઇ નારીયાની ઇનોવા કાર ફરીયાદી મનીષ મેઘજીભાઇ પાદરીયાના મિત્રને વેચાણ કરી જે કાર ઉપર આરોપીએ કોટક મહિન્દ્રામાંથી લોન મેળવેલ તે ભરપાઇ કરવાના બદલે હકિકત છુપાવી છેતરપીંડીથી કાર વેચાણ કરી ઇનોવા કારને સંપુર્ણ રકમ આરોપીએ મેળવી બેન્કમાં લોન ભરપાઇ નહી કરતા સદરહુ હકિકત અન્વયે માહીતી ઇનોવા કાર ખરીદનારને નામ ટ્રાન્સફર કરાવતા સમયે થયેલ જેથી ફરીયાદીની સદરહુ હકિકતથી અવગત કરી વિજય જેઠા નારીયાએ છેતરપીંડી કરેલ હોવાનુ માલુમ થતા અને વિજય જેઠા નારીયા ફરીયાદીના ભાઇના સાળા થતા હોવા થી કાર્યવાહી ન થાય તેવા શુભ હેતુથી આરોપી વતી ખરીદનારને રૂ.૯,૦૦,૦૦૦ પુરા ચુકવી આપેલ જેથી આરોપીએ ફરીયાદીને સદરહુ રકમ પરત કરવા રૂ.૯,૦૦,૦૦૦ પુરાનો ચેક આપેલ.

આ ચેક સમય મર્યાદામાં રજુ કરતા અપુરતા ભંડોળના કારણે ચેક વર્ણ વસુલાતે પરત ફરેલ જેથી ફરીયાદી દ્વારા એન.આઇ. એકટ મુજબની કાર્યવાહી અર્થે નોટીસ પાઠવી ફરીયાદ દાખલ કરતા કાર્યવાહી ના અંતે વિજય જેઠા નારીયાએ ફરીયાદીની રકમ ચુકવવામાં કરેલ કસુર તથા મહત્વના ઇન્સ્ટુમેન્ટ ચેક મુજબની જવાબદારી નહી નિભાવતા આરોપીને ૧-વર્ષની સજા તથા રૂ.૯,૦૦,૦૦૦ પુરા વળતર ચુકવવા તથા વળરતર નહી ચુકવ્યે વધુ ૬-માસની સજાનો મહત્વનો ચુકાદો ફરમાવેલ છે.

ફરીયાદી મનીષભાઇ મેઘજીભાઇ પાદરીયા વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ.ગોંડલીયા તથા હિરેન ડી.લિંબડ, રાજેશ ડાંગર, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, હિતેન્દ્રગીરી ગોસ્વામી, વિરલ વડગામા, ભરત ડી.સીતાપરા, મૌલીક ગોધાણી, પિયુષ કોરીંગા તથા ક્રિષ્નાબેન પીઠડીયા વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:40 pm IST)