Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

જીવંતિકાનગર માંથી રીક્ષામાં દારૂની ૧૧૬ બોટલ સાથે અશોક ઉર્ફે અપલો પકડાયો

પૈસાની લાલચમાં ફ્રુટનો ધંધાર્થી અવડા રસ્તે ચડયોઃ ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધો

રાજકોટ તા.પઃ રૈયા રોડ પર જીવંતિકાનગર માંથી ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રીક્ષામાંથી દારૂની ૧૧૬ બોટલ સાથે સિંધી શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગતો મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીએ સુચના આપતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એમ. ભટ્ટ, હેડ કોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. કનુભાઇ, દિવ્યરાજસિંહ, વનરાજભાઇ, ગોપાલભાઇ, શૈલેષભાઇ, કિશોરભાઇ તથા દિનેશભાઇ સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે દિવ્ય રાજસિંહ જાડેજા, વનરાજભાઇ લાવડીયા, ગોપાલભાઇ પાટીલને મળેલી બાતમીના આધારે રૈયા રોડ જીવંતીકાનગર મેઇન રોડ પરથી જી.જે. ૨૭ ટી ૬૯૦૪ નંબરની રીક્ષાને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી રૂ. ૨૭,૨૦૦ની કિંમતની દારૂની ૧૧૬ બોટલ મળી આવતા ચાલક અશોક ઉર્ફે અપલો મનુભાઇ મેકાવાણી (ઉ.વ.૩૦) (રહે. સાધુવાસવાણી કુંજ સી.૧૦૧ રેલનગર પાસે) ને પકડી લીધો હતો. પોલીસે પૂછપરછ કરતા અશોક ઉર્ફે અપલો ફ્રુટ વેંચે છે. પૈસાની લાલચમાં તેણે મોરબી રોડ પરથી દારૂ ભરેલી રીક્ષાનો ફેરો કરવા માટે નિકળ્યોને પોલીસે ઝડપી લીધો હતો.

(3:25 pm IST)