Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

'કેમ કતરાવ છો?' કહી રબારી મિત્રો ભરત અને વિપુલના માથામાં ભરવાડ શખ્સોએ બોટલો ફોડી

સામા કાંઠે સંત કબીર રોડ પર પાનની દૂકાને બનાવઃ ભુરો, શલુ અને સાજણ નામના ભરવાડ શખ્સોને શોધતી થોરાળા પોલીસ

રાજકોટ તા. ૫: સામા કાંઠે સંત કબીર રોડપ ર ગોકુલનગર-૭માં રહેતાં અને યાર્ડમાં મજૂરી કરતાં બે રબારી મિત્રો સંત કબીર રોડ પર પાનની દૂકાને ઉભા હતાં ત્યારે કારમાં આવેલા ભરવાડ શખ્સોએ 'કેમ સામુ જોઇને કતરાવ છો?' કહી બંનેને ગાળો દઇ માથામાં કાચની બોટલો ફોડી ઇજા કરતાં સારવાર માટે બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

ગોકુલનગર-૭માં રહેતો ભરત રામશીભાઇ ખટાણા (રબારી) (ઉ.૨૨) અને તેનો મિત્ર વિપુલ બેચરભાઇ સાંબડ (ઉ.૨૧) માથામાં ઇજા સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચકોીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરતાં એએસઆઇ એચ. કે. વ્યાસે હોસ્પિટલે પહોંચી ભરતની ફયિરાદ પરથી ભુરો ભરવાડ, શલુ મુંધવા અને સાજણ ભરવાડ સામે ગુનો નોંધ્યો હતો.

ભરતના કહેવા મુજબ તે અને મિત્ર વિપુલ સંત કબીર રોડ પર ડિલકસ પાન નામની દૂકાને ઉભા હતાં ત્યારે ભરવાડ શખ્સો કારમાં આવ્યા હતાં. જેથી તેની સામે જોતાં આ ત્રણેયે કેમ અમારી સામે કતરાવ છો? તેમ કહી ગાળો દેતાં ગાળો બોલવાની ના પડતાં ઝઘડો કરી દૂકાન બહાર પડેલા ગાલામાંથી બોટલો ઉપાડી બંને મિત્રોના માથામાં ફોડી ઇજા કરી ભાગી ગયા હતાં. પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

(3:24 pm IST)