Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

બાળ વાર્તા સેમીનાર

 માતાઓ બાળ વાર્તા કહીને સારી રીતે બાળ કેળવણી કરી શકે તેવા ઉમદા આશયથી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશનના નેજા હેઠળ નચીકેતા સ્કુલ ખાતે બાળવાર્તા સેમીનારનું આયોજન કરાયુ હતુ. અહીં બાળ કેળવણીકાર ગીજુભાઇ બધેકાને સમગ્ર સેમીનાર અર્પણ કરી સાંઇરામ દવે, તરૂણ કાટબામણાએ બાળવાર્તાનું રસાળ શૈલીમાં રજુ કરેલ. ત્રણ કલાકના આ સેમીનારમાં વાર્તા કહેવાનું શીખવવામાં આવેલ. એટલુ  જ નહીં અહીં ઉપસ્થિત માતાઓને પ્રતિજ્ઞા પણ લેવડાવાઇ હતી. આગામી દિવસોમાં બાળ વાર્તા અને બાળ ગીત સ્પર્ધાનું આયોજન થઇ રહ્યુ હોય તેમાં ભાગ લેવા ઇચ્છુકોએ સમયસર કૃતિ મોકલી આપવા આહવાન કરાયુ હતુ. હાલરડા સ્પર્ધાની સફળતાથી પ્રેરાઇને હવે બાળ વાર્તા તથા બાળ ગીત સ્પર્ધાનૂં સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા આયોજન થયાનું સંસ્થાના ફાઉન્ડર ચેરમેન અને નચીકેતા સ્કુલીંગ સીસ્ટમના કેમ્પસ ડાયરેકટર અમિત દવેની યાદીમાં જણાવાયુ છે.

(4:57 pm IST)