Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

રાજકોટમાં બે જૂથ વચ્ચેની માથાકૂટ બાદ ફાયરિંગ કરનાર આરોપીનું સરઘસ કઢાયું :માફી મંગાવી

હોળીના દિવસે પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ, બે પુત્રો સહિત ચાર આરોપીઓએ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘવાયા હતા.

રાજકોટ ;શહેરમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે ત્યારે પોલીસ પણ તેની ખો ભુલાવી દેવા સતર્ક બની છે રાજકોટમાં હોળીના દિવસે ફાયરિંગ કરનાર આરોપીઓ ઝડપી લઇને નવા વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતુ.પોલીસે આરોપીઓ પાસે માંફી પણ મંગાવી હતી.

   હોળીના દિવસે માત્ર  સામું જોવાની બાબતમાં બે જૂથ વચ્ચે માથાકૂટ બાદ પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ, બે પુત્રો સહિત ચાર આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ત્રણ લોકો ઘવાયા હતા.

 

(9:09 am IST)