Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

કાલે પૂ. દાસારામબાપાની ૩૮૦મી જયંતિ : શોભાયાત્રા

પૂ. દાસારામબાપાના મુખ્યરથ સાથે શોભાયાત્રા નિકળશેઃ મહાઆરતી - ધ્વજારોહણ

રાજકોટઃ તા.૫, સગર સમાજ દ્વારા સગર શીરોમણી પૂજયશ્રી દાસારામ બાપાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.આવતીકાલે તા.૬ના બુધવારે સવારે ૮ વાગ્યે અરવિંદભાઇ નારણભાઇ કારેણા ''કર્મયોગી'', અમરનગર-૨, શેરીનં.૭, ચંદ્રેશનગર ચોક, બેકબોનની બાજુમાં, રાજકોટ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. માયાણી ચોક, રાજનગર ચોક, કોટેચા ચોક, કાલાવડ રોડ થઇ મહિલા કોલેજ ચોક, કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડથી ત્રિકોણબાગ થઇ ઢેબર રોડ, નાગરીંક બેંક ચોકથી મકકમ ચોક, ગોંડલ રોડ ઓવરબ્રિજ ઉપરથી ગોંડલ ચોકડીથી દાસેવ ધામે પુર્ણ થશે.  ત્યારબાદ મહાઆરતી તેમજ મહાપ્રસાદી તથા ધ્વજારોહણનો કાર્યક્રમ રાખેલ છે. રાત્રે ૯ વાગ્યે પૂ.શ્રી દાસારામ બાપાનો પાઠ - અરવિંદભાઇ નારણભાઇ કારેણા (મો.૯૮૨૫૪ ૨૬૭૨૫)ના નિવાસ સ્થાને રાખેલ છે.

આયોજનમાં શ્રી દાસારામ સગર સેવા સમાજ ટ્રસ્ટ- રાજકોટ, શ્રી સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ-રાજકોટ, દાસેવ ગ્રુપ- રાજનગર- ગાંધીગ્રામ રાજકોટ, જય દાસારામ યુવા ગ્રુપ - આજી ડેમ ચોકડી, જય દાસારામ મહિલા ધુન મંડળ- રાજકોટ, શ્રી દાસેવ યુવક ગ્રુપ - મવડી, રાજકોટ, દાસારામ યુવા ગ્રુપ- માર્કેટયાર્ડ, રાજકોટ, દાસારામ યુવક મંડળ- ભગવતીપરા, રાજકોટ, દાસારામ યુવક મંડળ- કોઠારીયા સોલ્વન્ટ, રાજકોટ, સગર દાસારામ યુવક મંડળ - શાપર (વેરાવળ), રાજકોટ જોડાયા છે. વધુ વિગત માટે શૈલેષભાઇ પીપરોતર - ૯૪૨૭૨ ૨૨૩૫૧, અશ્વિનભાઇ કરથીયા ૯૯૭૮૦ ૯૪૨૫૯ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૪૦.૧૨)

(4:09 pm IST)