Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને સાડા પાંચ લાખનું વળતર ફરીયાદીને ચુકવવા આદેશ

આરોપી ૬૦ દિવસમાં રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ

રાજકોટ તા ૫ : ચેક રીટર્ન ના કેસમાં પંકજભાઇ અમૃતલાલ ઢોલરીયાને કોર્ટે ૧ વર્ષની સજાનો હુકમ ફરમાવેલ હતો.

રાજકોટના ફરીયાદી સમીરભાઇ પ્રવીણભાઇ ભટ્ટી, એ આરોપી પંકજભાઇ અમૃતલાલ  ઢોલરીયા  સાથે મીત્રતાના સંબધો હોય, જેથી ફરીયાદી સમીરભાઇ પ્રવીણભાઇ ભટ્ટીએ   પંકજભાઇ અમૃતલાલ ઢોલરીયાને  ધંધાના વિકાસ અર્થે નાણાકીય જરૂરીયાત માટે રૂા ૬,૦૦,૦૦૦/- (અંકે રૂપીયા છ લાખ પુરા ) આપેલા, ત્યારબાદ ફરીયાદીએ  આરોપી  પાસે  પોતાના  રૂપિયાની માગણી  કરતા આરોપીએ આ  રૂપીયા ચુકવવા પેટે રૂા ૬,૦૦,૦૦૦/- નો ચેક આપેલો.

આ ચેક ફરીયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા સદરહુ ચેક પરત ફરેલો. ઉપરોકત  ચેક પરત ફરતા ફરીયાદીએ પોતાના  વકીલ મારફત આરોપીન ેલીગલ નોટીસ  મોકલેલી  છતાં  આરોપીએ  ફરીયાદીને  કોઇજ રકમ ચુકવેલ નહીં, તેથી ફરીયાદી એ આરોપી વિરૂધ્ધ રાજકોટના એડી. ચીફ જયુ. મેજી. ની કોર્ટમાં આરોપી વિરૂધ્ધ નેગો. ઇન્સ્ટ્રેમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી

અદાલતમા ં કેસ ચાલતા ફરીયાદી તરફે તેમના વકીલ તુષારભાઇ બસલાણી ની દલીલો તથા પુરાવાઓ માન્ય રાખી અદાલતે આરોપી પંકજભાઇ અમૃતભાઇ ઢોલરીયાને ક્રિમીનલ પ્રો. કોડની કલમ-૨૫૫(ર) હેઠળ તકસીરવાન ઠરાવી  ૧ (એક) વર્ષની સાદી  કેદની  સજાનો હુકમ ફરમાવેલ  તથા સમીરભાઇ પ્રવીણભાઇ ભટ્ટીને  રૂા પ, ૫૦,૦૦૦/- (અંકે રૂપીયા પાંચ લાખ  પચાસ હજાર પુરા ફરીયાદી ને વળતર પેટ ે દિન ૬૦ માં ચુકવી આપવા તેમજ જો આરોપી વળતર ન ચુકવે તો વધુ  ૬ (છ) માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી તુષારભાઇ બસલાણી, મનીષ કોટક, અભય ખખ્ખર, સંજય મહેતા, એઝાઝ જુણાચ તથા અ ે.એમ. ભારમલ વિગેરે વકીલો રોકાયેલા. (૩.૧૫)

 

(3:28 pm IST)