Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ખંડણી પ્રકરણના બે જુદા જુદા ગુનામાં નાસતા ફરતા આરોપીના આગોતરા મંજુર

રાજકોટ તા ૫ :  નામચીન ઇબ્રાહીમ ઉર્ફે અભલો  કરીમ કથરોટીયા એ પેરોલમાં છુટીને લાતી પ્લોટ ખાતે કારખાના ધરાવતા વેપારીઓ  પાસે શસસ્ત્ર હથીયારો સાથે ખંડણી  માંગવાના ગુનામાં પોલિસ રેકોર્ડમાં નાસતા ફરતા આરોપી  વિજય ચાવડા ના  બે અલગ અલગ ગુનાઓમાં સેશન્સ અને હાઇકોર્ટે આગોતરા જામીન પર છોડવાનો હુકમ  કરેલ છે.

આ ચકચારી કેસની વિગત જોઇએ તો  આ કામના  ફરીયાદી શંકરલાલ કલ્યાણજીભાઇ ભાનુશાળી,  રહે. મોરબી રોડ, રાજકોટ  વાળાએ  તારીખ ૨૭/૬/૧૮ ના  રોજ  બી-ડિવીઝન  પો.સ્ટે. માં ગુના  રજી નં. ૧૩૯/૧૮  થી ફરીયાદ નોંધાવેલ  કે તા. ૨૪/૬/૧૮ ના રોજ ફરીયાદી   જયારે પોતાના  લાતી પ્લોટ ૧૦ ખાતે આવેલ સોૈરાષ્ટ્ર ઓઇલ મિલ નામના કારખાને જયારે તાળુ  મારતો  હતો  ત્યારે ફરીયાદીના  કારખાના પાસે લાલ કલરની ફોર વ્હીલ ગાડી આવેલ  હતી,  તેમાંથી મોરબી  રોડ  પર રહતા  ેઇબ્રાહીમ  ઉફે ર્ ઇભલો કરીમ કથરેોટીયા તથા તેના ભાઇ મહબુબ ઉર્ફે મબલો,  સલિમ ઉર્ફે  સલીયો, હમીદ  જિકર પરમાર  તથા સોહેલ ગુલાબભાઇ ઘાંચી તેમાંથી  નીચે  ઉતરેલ  અને  ઇભલા એ પેન્ટના નેફામાંથી   છરી કાઢી  અને  ફરીયાદી ના ગળા પર રાખી  દીધેલ  અને  કહેલ  કે મને તારૂ આ ઓઇલનું ગોડાઉન આપી દે નહિતર  મને  તારે  રૂપિયા  આપવા  પડશે અને મને ધમકી આપેલ કે તું  તારૂ  ગોડાઉન મને નહીં આપે તો  હુ ં જાનથી  મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આરોપીઓ વિરૂધ્ધ ખંડણી માંગવાની ફરીયાદ નોંધાવેલ  આ બંને ગુનાઓમાં પોલિસેે તાત્કાલીક કાર્યવાહી કરી ઇભલા  વગેરે નાઓની ધરપકડ કરતાં  વિજયભાઇ ચાવડા  રહે. રાજકોટ વાળાનુ  ં નામ પોલિસ તપાસમા  ંખુલવા પામેલ અન  ેપોલિસ રેકોર્ડમાં ચાર્જશીટ થઇ ગયેલ હોવા છતાં નાસ્તા ફરતા  હોય  બંને  ગુનાઓમાં આગોતરા જામીન અરજી કરતાં ૧૩૯/૧૮ ના કામમાં રાજકોટની સેશન્સ અદાલતે તથા ૧૩૫/૧૮ ના કામમાં નામદાર ગુજ. હાઇકોર્ટે આરોપીના જામીન મંજુર કરેેલ છે.

આ કેસમાં  આરોપી વતી સેશન્સ કોર્ટમાં રાજકોટના વકીલ કુલદિપસિંહ બી. જાડેજા  તથા  હાઇકોર્ટમાં  લક્ષ્મણસિંહ ઝાલા રોકાયેલ હતા. (૩.૧૪)

(3:27 pm IST)