Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

નવાગામમાં મુળ બિલખાના શૈલેષ સગરે ઝેરી દવા પીધી

લવમેરેજ કર્યા હોઇ પિતાએ માથાકુટ થવાની શકયતાએ ગામમાં આવવાની ના પાડતાં માઠુ લાગ્યું

રાજકોટ તા. ૫: કુવાડવા રોડ પર નવાગામ આણંદપરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં શૈલેષ મનસુખભાઇ થાવાણી (ઉ.૨૩) નામના સગર યુવાને ઝેરી ટીકડી પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. શૈલેષના મિત્ર સંજયભાઇના કહેવા મુજબ શૈલેષ મુળ જુનાગઢના બિલખાનો વતની છે. તેણે ત્રણ વર્ષ પહેલા એ ગામની મુસ્લિમ યુવતિ સાથે લવમેરેજ કર્યા છે. ત્યારથી બંને ગામ છોડી નવાગામમાં રહે છે. શૈલેષ વતન બિલખા જતાં તેના પિતાએ ગામમાં હજુ માથાકુટ થાય તેમ હોઇ ગામમાં ન આવવા સમજાવતાં તેને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:37 am IST)