Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા કાલે રોલેક્ષ રીંગના આંગણે રકતદાન કેમ્‍પ

રાજકોટ, તા.૫: સીવીલ હોસ્‍પીટલ, પદૃમકુંવરબા હોસ્‍પીટલ, ઝનાના હોસ્‍પીટલ, કે.ટી. ચીલ્‍ડ્રન હોસ્‍પીટલના જરૂરીયાતમં દર્દીઓને વિનામૂલ્‍યે બ્‍લડ મળી રહે તથા થેલેસેમીયાગ્રસ્‍ત બાળકો અને કીડની ડાયાલીસીના દર્દીઓને પુરતુ બ્‍લડ મળી રહે તે હેતુથી શ્રીમદ્દ રાજચંદ્ર સેવા બ્‍લડગ્રુપ દ્વારા કાલે તા.૬ના મંગળવારે, સવારે ૧૦:૩૦ થી ૫ રોલેક્ષરીંગ પ્રા.લી. માલાધારી ફાટક પાસે, ગોંડલ ચોકડી ખાતે બ્‍લડડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મનિષભાઈ, મીહીરભાઈ, ભૌતીકભાઈ, હેમલભાઈ મદેકા, રોલેક્ષ એચ.આર. ટીમ તથા સેફટી ટીમનો સહયોગ પ્રાપ્‍ત થયેલ છે. રકતદાન કેમ્‍પમાં શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી (મો.૯૪૨૮૨ ૦૦૬૬૦), કુમર દોશી તથા સીવીલ હોસ્‍પીટના એમ.ડી.પેથોલોજીસ્‍ટ ડોકટર્સની ટીમ સેવા આપશે.

(5:27 pm IST)