Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

શાપરના નિવૃત વન કર્મચારી દ્વારા ૨૦મીથી ગાંધીનગરમાં ઉપવાસ

૨૦૦૧માં નિવૃત થયા છતા ૨૦૧૩થી પેન્શન શરૂ થયુઃ વચગાળાનો લાભ રોકડમાં આપવા માંગ

રાજકોટ, તા.૨: હાલ લોધીકા તાલુકાના શાપર વેરાવળ ખાતે રહેતા અને સુરેન્દ્રનગર- ધ્રાંગધ્રા નોર્મલ ડિવીઝનમાં ફોરેસ્ટગાર્ડ તરીકે ફરજ બજાવી નિવૃત થયેલા વિનોદરાય લાલજી જોષી પેન્શનમાં થયેલ અન્યાયને લઈને ૨૦ ફેબ્રુઆરીથી ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન ઉપર ઉતરી રહ્યા છે.

તેઓએ એક લેખિત યાદીમાં જણાવેલ છે કે તેમની નિવૃત્તિની તારીખ ૨૨-૧૦-૨૦૦૧ હોવા છતા અધિકારીઓની કિન્નાખોરીના કારણે તા.૨૩-૯-૨૦૧૩થી પેન્શન મંજૂર થયેલ છે. આ અન્યાય છે. મને વચગાળાનું ૧૩ વર્ષનું પેન્શન રોકડમાં ચુકવવામાં આવે તેવી મારી માંગણી છે.

આ પહેલા પણ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયે ગાંધીનગર સેકટર-૬ના મેદાનમાં ઉપવાસ આંદોલન કરેલ. વન પર્યાવરણ વિભાગે મને સાંભળી યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. પરંતુ આજ સુધી કોઈ ન્યાય મળેલ ન હોય ફરી ઉપવાસ આંદોલન પર જવાની ફરજ પડી હોવાનું અંતમા વિનોદભાઈ જોષી (મો.૯૭૨૫૩ ૮૬૪૬૮) એ જણાવેલ છે.

(4:27 pm IST)