Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

છેતરપીંડીની ફરિયાદ પાછી ખેંચી લેવા પ્રશ્ને તેજસભાઇ સોનીને ત્રણ ભરવાડ શખ્સોની ધમકી

નીતિન મેવાડા તેનો ભાઇ દિપક મેવાડા અને ભત્રીજો ઋષિ મેવાડા સામે ગુનો નોંધાયો

રાજકોટ તા.પ : સોનીબજારમાં ભાગીદારીના ધંધામાં રૂ.૧ર લાખની છેતરપીંડીની કરેલી ફરિયાદ મામલે સોની વેપારીને ત્રણ ભરવાડ શખ્સોએ ફરિયાદ પાછી ખેંચી લેવા પ્રશ્ને ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ હસનવાડીમાં રહેતા તેજસભાઇ વિનોદરાય આડેસરા (ઉ.વ.૩૪) ગઇકાલે પોતે પેલેસ રોડ, સંતોષ ડેરી પાસે હતા ત્યારે પેલેસ રોડ પર રહેતો નીતિન ભુપતભાઇ મેવાડા, દિપક ભુપતભાઇ મેવાડા અને તેનો ભત્રીજો ઋષિ મેવાડા (રહે.ગુંદાવાડી-રપ)એ આવી મારા મિત્ર વિરૂધ્ધ કેમ ફરિયાદ કરી છે. હજી સુધી કેમ ફરિયાદ પાછી ખેચેલ નથી તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. તેજસભાઇએ કરેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે સોનીબજારમાં પ્લેટનિયમ ચેમ્બરમાં દુકાન ધરાવે છે. અગાઉ તે કલ્પેશ દિલીપભાઇ પારેખ સાથે ભાગીદારીમાં ધંધો કરતા હતા. દરમિયાન કલ્પેશે ધંધામાં રૂ.૧ર લાખની છેતરપીંડી આચરતા તેણે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. આ બાબતે ત્રણેય ભરવાડ શખ્સો ધમકી આપતા હોવાનુ જણાવ્યુ છે.

(4:21 pm IST)