Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

કાલે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના ૮ જિલ્લાના ડે.કલેકટર - મામલતદાર - નાયબ મામલતદારોને ઇ-આરઓ નેટ તાલીમ

ચૂંટણી પંચના ત્રણ અધિકારીઓ રાજકોટ આવશેઃ કુલ ૨૦૦ અધિકારીઓને તાલીમ અપાશે

રાજકોટ તા. ૫ : ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણામાં નવી વેબસાઇટ લોન્‍ચ કરાઇ છે, આ વેબસાઇટ ઇ-આરઓ નેટની સ્‍પે. તાલીમ આવતીકાલે રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે સવારે ૧૦થી બપોરે ૨ સુધી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના ૮ જિલ્લાના ડે.કલેકટરો - મામલતદારો અને નાયબ મામલતદારોની તાલીમ યોજાઇ છે.

સૂત્રોના ઉમેર્યા પ્રમાણે આ માટે દિલ્‍હીથી ચૂંટણીપંચના ત્રણ માસ્‍ટર ટ્રેનર અધિકારીઓ રાજકોટ આવી રહ્યા છે, તાલીમ માટે કુલ ૨૦૦ અધિકારીઓને બોલાવાયા છે. રાજકોટ ઉપરાંત જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, બોટાદ, વેરાવળ - સોમનાથના અધિકારીઓ તાલીમમાં ખાસ હાજર રહેશે, રાજકોટના નાયબ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી પંડયા દ્વારા વ્‍યવસ્‍થા કરાઇ રહી છે.

(1:41 pm IST)