Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

રાજકોટમાં માતાને મળવા આવેલી મોરબીની યુવતીને સાવકા પિતાએ છરી ઝીંકી

વાંકાનેરના સિંધાવદર પાસે રીક્ષા પલ્ટી ખાઈ જતા મોરબીના સોનીબેન કલોતરાનું મોત:અન્ય બે મહિલાને ઇજા

રાજકોટ :માતાને મળવા આવેલી મોરબીની યુવતીને રાજકોટમાં સાવકા પિતાએ છરી ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે મુજબ મોરબીના વીસીપરામાં રહેતી સોનલ વિજય ડાભી (ઉ.વ.૨૧) નામની યુવતી પર રાજકોટના ભગવતીપરામાં સાવકા પિતા દાઉદે છરી વડે ખૂની હુમલો કર્યો હોવાનો બનાવ બી ડિવીઝન પોલીસમથકે નોંધાયો છે.

 

  આ અંગેની વિગતો મુજબ સોનલના પિતા રમેશભાઈનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું હતું.માતા મંજુબેન ભગવતીપરામાં રિક્ષાચાલક દાઉદ સાથે બીજા લગ્ન કર્યા હતા. ઘરે માતા મંજુબેનને મળવા આવતાં સાવકા પિતાને ગમ્યું ન હતું. સોનલ ખબર પુછીને માસીના ઘરે ગઈ હતી ત્યાં દાઉદ ધસી આવ્યો અને તું કેમ અહીં આવી ? કહીં ફડાકો ઝીંકી પેટના ભાગે છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો

 

 જયારે અન્ય એક બનાવમાં વાંકાનેરના સિંધાવદર પાસે રિક્ષા પલ્ટી ખાઈ જતાં મોરબીના જલારામ પાર્કમાં રહેતાં સોનીબહેન લક્ષ્‍મણભાઈ કલોતરા( ઉ.વ.૬૦)નામની રબારી વૃધ્ધા ઘવાતા રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સાથે રહેલા પાડોશમાં રહેતાં મીનાબેન જીવણભાઈ કલોતરા( ઉ.વ.૫૦) તથા વાંકાનેરના કાંતાબેન જેમલભાઈ કલોતરા (ઉ.વ.૫૦)ને પણ ઈજા થઈ હતી.

(9:17 am IST)