Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

નશાયુકત પડીકીઓનું વેચાણ કરવા અંગે પાનના ધંધાર્થીની જામીન અરજી નામંજુર

રાજકોટ, તા. પ :  તરંગ વીજયાવટી નામની નશાયુકત પડીકી વેચનાર પાનના ધંધાર્થીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ભકિતનગર પોલીસ ગત તા. રપ-૬-ર૦ના રોજ અટીકા વિસ્તારમાં આહીર ચોક પસો આવેલ બાબા પાન હાઉસમાં દરોડો પાડી તરંગ વીજયાવટી નામથી વેચાતી પડીકીઓ પકડી પાડેલ અને તે પડીકીઓમાં નશાયુકત પદાર્થ હોવાની શંકાથી તે પડીકીઓ બાબબા પાન હાઉસના માલીક ધીરજલાલ ભીખુભાઇ દેસાઇ પાસેથી કબજે કરેલ અને તેને એફ.એસ.એલ. કચેરીમાં પરીક્ષણ માટે મોકલેલ તેનું પરીક્ષણ થઇ આવતા તેમાં માદક પદાર્થ કેનાબીઝ (ગાંજો) નું પ્રમાણ મળી આવેલ જેથી નશાયુકત પડીકી વેચવાના ગુન્હામાં પોલીસે તા. ૧૭-૧ર-ર૦ ના રોજ બાબાપાન હાઉસના માલીક ધીરજલાલ ભીખુભાઇ દેસાઇની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

જેલ હવાલે રહેલ આરોપીએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્હો છે. આરોપી આવી નશાયુકત પડીકીઓ વચેી યુવાધનનને નશાના આડે ચડાવે છે. અને જેનાથી અનેક કુટુંબી બરબાદ થઇ જાય છે. જે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી કે.ડી. દવેએ જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરીફેે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:18 pm IST)