Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સ્વ. પાંચાભાઇ સોરઠીયાની પુણ્યતીથીએ બ્લડ ડોનેશન કેમ્પ : ૯૭૦ બોટલ રકત એકત્ર

રાજકોટ : સ્વ. પાંચાભાઇ  શામજીભાઈ સોરઠીયાની ૧૪ મી પુણ્યતિથી નિમિતે 'શૈલેશ ગ્રુપ' દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સોરઠીયા પરિવારની વાડીમાં કરવામાં આવ્યું હતું. જેમાં ૯૭૦ બોટલ રકત એકત્ર થતા જરૂરતમંદ દર્દીઓ માટે અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, ડો. વલ્લભભાઈ કથીરિયા, શૈલેશભાઈ સગપરીયા, તાલુકા પોલીસ સ્ટેશનના પી આઈ જે. વી. ધોળા , ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ધારસભ્ય અરવિંદભાઈ રેયાણી, ભાજપ અગ્રણી મનહરભાઈ બાબરિયા, વસંતભાઈ લીંબાસીયા, જીલ્લા પ્રમુખ બાબુભાઈ નસીત, ખોડલધામ મહિલા સમિતિના બહેનો, સોશ્યલ ગ્રુપ માવડીના બહેનો, સોરઠીયા પરિવારના પ્રમુખ બાબુભાઈ સોરઠીયા, મેઘાણી પરીવારના પ્રમુખ, તુલસીભાઈ મેઘાણી, એ.જી. અગ્રણી નાગદાનભાઈ ચાવડા, સ્કોડા શો રૂમના ચેરમેન - જગતસિંહ જાડેજા , બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, અગ્રણી ઉદ્યોગપતિ દુષ્યંતભાઈ ટીલાળા,  પ્રવીણભાઈ જસાણી, શંભુભાઈ પરસાણા, રમેશભાઈ ટીલારા, સુનીલભાઈ તેજાણી, વિનુભાઈ ધડુક, અમૃતભાઈ ગઢિયા, વિનુભાઈ ગઢિયા વગેરે અનેક નામી હસ્તીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો, પોલીસોએ હાજરી આપી હતી. સવિશેષ સાથે પરિવારજનોના આ સેવાકીય પ્રવૃત્તિને સૌ કોઈ એ બિરદાવી હતી. કાર્યકર્મમાં સવિશેષ છારોડી ગુરુકુળના માધવપ્રિયદાસ સ્વામી દ્વારા વિડીયો સંદેશ રજુ કરાયો હતો. સોરઠીયા પરિવાર અને સમગ્ર મવડી ગામના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે હાર્દિક સોરઠીયાએ સેવા આપી હતી. સવિશેષ કાર્યક્રમના પ્રારંભે તેજશભાઈ શીશાંગીયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતું. સવિશેષ અનેક બ્લડ બેંકનો સાથ અને સહકાર મળ્યો હતો જે બદલ આયોજકોએ તમામનો આભાર વ્યકત કર્યો હતો.

(3:14 pm IST)