Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રાજકોટ જિલ્લા પંચાયતમાં ૯,૪૨,૩૬૨ મતદારો

૧૧ તાલુકા અને જિલ્લા પંચાયત કાર્યક્ષેત્રમાં ૧૧૪૧ મતદાન મથકો : પ્રાથમિક મતદાર યાદી પ્રસિધ્ધ

રાજકોટ તા. ૫ : તાલુકા અને જિલ્લા પંચાયતોની પ્રાથમિક મતદાર યાદી આજે પ્રસિધ્ધ થઇ છે. આખરી મતદાર યાદી ૨ ફેબ્રુઆરીએ પ્રસિધ્ધ થશે. જિલ્લામાં કુલ ૧૧૪૧ મતદાન મથકો નક્કી થયા છે. જેમાં સૌથી વધુ ૧૬૮ મતદાન મથકો રાજકોટ તાલુકામાં છે.

જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં પ્રાથમિક મતદાર યાદી મુજબ ૪,૯૪,૨૨૧ પુરૂષ મતદારો અને ૪,૪૮,૧૩૯ સ્ત્રી મતદારો મળી કુલ ૯,૪૨,૩૬૨ મતદારો નોંધાયા છે. રાજકોટ તાલુકામાં ૧,૩૨,૨૦૦ મતદારો છે. ગોંડલ તાલુકામાં ૧,૩૯,૨૪૮, જેતપુર તાલુકામાં ૧,૦૪,૪૦૬ મતદારો, ધોરાજી તાલુકામાં ૫૪૯૫૬, જામકંડોરણા તાલુકામાં ૫૯૧૩૩, ઉપલેટા તાલુકામાં ૭૬૯૨૩, જસદણ તાલુકામાં ૧,૧૮,૧૩૮, વિંછીયા તાલુકામાં ૮૪૨૭૨, કોટડાસાંગાણીમાં ૬૬૯૩૦ અને પડધરી તાલુકામાં ૬૨૬૨૭ મતદારો નોંધાયા છે.

(12:47 pm IST)