Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

સીટુ દ્વારા ગુરૂ-શુક્ર દેશવ્યાપી આંદોલન : રાજકોટ કલેકટર કચેરીને પ્રવેશબંધ કરાશે

ગાઇડ લાઇનને અનુસરી ૫૦ ની મર્યાદીત સંખ્યામાં કાર્યક્રમ : શાંત રજુઆત થશે

રાજકોટ તા. ૫ : સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન દ્વારા તા. ૭ અને ૮ બે દિવસ દેશ વ્યાપી આંદોલનનું એલાન અપાયુ છે. જે અનુસંધાને રાજકોટ કલેકટર કચેરી ખાતે સવારે ૧૧ વાગ્યે પ્રવેશબંધીનું આયોજન કરાયુ છે. સરકારી ગાઇડ લાઇનને અનુસરી માત્ર પ૦ ની મર્યાદામાં આંદોલનકારીઓ ેઉપસ્થિત રહી શાંતિ પૂર્વક માંગણીઓ રજુ કરશે.

જેમાં ચારેય મજુર કોડ રદ કરવા, ત્રણેય ખેડુત કાયદા પાછા ખેંચવા, ઇલેકટ્રીસીટી બીલ પાછુ ખેંચવા, તમામ પ્રકારના સરકારી ઉદ્યોગો અને સેવાના ખાનગીકરણ બંધ કરવા, ઇન્કમટેકસ ભરતા હોય તે સીવાયના તમામને પ્રતિમાસ રૂ.૭૫૦૦ સીધી કેશ ટ્રાન્સફર સહાય આપવા, જરૂરતમંદ દરેક વ્યકિતને ૧૦ કિલો અનાજ આપવા, મનરેગા યોજના હેઠળ રૂ. ૭૦૦ ના દૈનિક વેતનથી ર૦૦ દિવસ કામ તથા શેહેરી વિસ્તારોમાં યોજના લાગુ કરવા, નવી પેન્શન યોજના રદ કરી જુની પેન્શન યોજના ચાલુ રાખવા, તમામ નાગરિકો-શ્રમજીવી અને યોજના વર્કરોને સામાજીક સુરક્ષા આપવા, તમામને આરોગ્ય સેવા મફત આપવા માંગણી ઉઠાવવામાં આવી છે.સંતોષ મૌર્ય, એમ. રામચંદ્રન, ભોલાભાઇ સીતાપરા, કમલેશ ગૌતમ, મંજુ શર્મા, મુન્ના પાંડે વગેરેની આગેવાનીમાં કાર્યક્રમ થશે. તેમ સીટુના ઉપપ્રમુખ લલન શર્મા (મો.૯૪૨૭૨ ૬૮૦૨૦) ની યાદીમાં જણાવાયુ છે.

(11:33 am IST)