Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કોટેચા ચોકમાં અઠવાડિયાથી પાણીની લાઈન લીકેજઃ વાહન અકસ્માત થઈ રહ્યા છેઃ તંત્ર જાગેઃ રાજુ જુંજા

રાજકોટઃ શહેરના ગૌરવપથ કાલાવડ રોડના હાર્દસમા કોટેચા ચોકમાં છેલ્લા અઠવાડિયાથી પાણીની લાઈન લીકેજ થઈ રહી છે જેના કારણે પાણીના ખાબોચિયા ભરાયેલા રહે છે. વાહનો સ્લીપ થઈ નાનામોટા અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે સમાજ સેવક રાજુભાઈ જુંજાએ મ.ન.પા.ના કોલ સેન્ટરમાં ફરીયાદ નોંધાવેલ છતા સમસ્યા યથાવત રહેતા આ વિસ્તારના કોર્પોરેટરોને રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતા પ્રશ્ન નહિ ઉકેલાતા આ અંગે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલને રજૂઆત કરી હતી. તસ્વીરમાં સતત અઠવાડિયાથી કોટેચા ચોકમાં ભરશિયાળે પાણીના ખાબોચિયા ભરાયેલા નજરે પડે છે. હાલમા મ.ન.પા.મા વહીવટદાર શાસન છે ત્યારે આવા સામાન્ય પ્રશ્નો પણ અઠવાડિયાથી નથી ઉકેલાતા, કોર્પોરેટરો પણ જવાબ નથી દેતા ત્યારે પ્રજાજનો કયાં જાય ? તેવો અણીયારો સવાલ શ્રી જુંજાએ આ તકે ઉઠાવ્યો છે.

(3:53 pm IST)