Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ઝુલુસ કમીટીના આયોજકોનું સન્માન

 ગૌષીયાનું શાનદાર જુલુસ કમીટીના નેજા હેઠળ આન-બાન-શાનથી કાઢવામાં આવેલ હતું. આ તકે જુલુસના રૂટ પર નાગરીક બેંક ચોક ખાતે કે.જી.એન.ફુટ એશોસીએશન તરફથી પાઇનેપલ જયુસનું સાર્વજનીક વિતરણ કરવામાં આવેલ. તેમજ સફળ આયોજન બદલ ઇદ ગોષીયા કમીટીના મહેબુબ અજમેરી, કમીટીના પ્રમુખ એજાજ બુખારી સહીતનાઓનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કે.જી.એન. ફ્રુટ એસોસીએશનના પ્રમુખ અસલમભાઇ આરબ, સબ્બીર બાપુ, જાવીદભાઇ સંધી, સલીમશા, રફીકભાઇ ગૌરી, રીઝવાન મેમણ, ફિરોઝભાઇ સિપાઇ, સલીમ બાપુ, રઉફભાઇ વિગેરે ઉપસ્થિત રહયા હતા.

(4:49 pm IST)