Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

દવાની ખરીદી પેટે આપેલ ચેક પાછો ફરતાં ફરિયાદઃ આરોપીને કોર્ટનું સમન્સ

રાજકોટ તા.૫: ચેક રીર્ટન થતા અશોક મેડીસીન્સ (અશોક ટ્રેડર્સ) સામે સમન્સ કોર્ટે સમન્સ ઇસ્યુ કરેલ હતુ.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી પામ્સ ફાર્મ ઇન્ડીયા પેઢીના ભાગીદાર દરજ્જે અમીતભાઇ મનસુખભાઇ ચાવડા, રહે. વિરાટનગર મેઇન રોડ, નાલંદા વિદ્યા મંદિરની સામે, પીપળીયા હોલ પાસે રહે છે આરોપી અશોક મેડીસીન્સ (અશોક ટ્રેડર્સ)ના પ્રોપ્રા. રાજેશભાઇ એન.ગોકાણી, રહે. અશોક મેડીસીન્સ (અશોક ટ્રેડર્સ), હાર્મની હોટલની નીચે, ઓલ્ડ ફાઉન્ટેનની પાસે, લેડી હોસ્પીટલ પાછળ, પોરબંદર ખાતે રહે છે.

આ કામના આરોપી અશોક મેડીસીન્સ (અશોક ટ્રેડર્સ)ના પ્રોપ્રા. રાજેશભાઇ ેએન.ગોકાણી, રહે. અશોક મેડીસીન્સ (અશોક ટ્રેડર્સ), હાર્મની હોટલની નીચે, ઓલ્ડ ફાઉન્ટેનની પાસે, લેડી હોસ્પીટલ પાછળ, પોરબંદર તથા ફરીયાદી પામ્સ ફાર્મા ઇન્ડીયા પેઢીના ભાગીદાર દરજ્જે અમીતભાઇ મનસુખભાઇ ચાવડા, રહે. વિરાટનગર મેઇન રોડ, નાલંદા વિદ્યા મંદિરની સામે, પીપળીયા હોલ પાસે, રાજકોટ બન્ને વચ્ચે ઘણા વર્ષોથી દવાનો બિઝનેશ ચાલતો હતો. જેમાં ફરીયાદીએ આરોપીને ગેસ્ટોપામ સીરપ તથા પામફોક પ્લસ સીરપ જેવી અલગ અલગ જાતની દવાઓ મોકલેલ હતી.જેનું બીલ પેટે આરોપીએ ચેક આપેલ હતો.

આ ચેક ફરીયાદીએ પોતાની બેન્કમાં વટાવા માટે નાંખતા જે ચેક ''ફંડ ઇન્શફીશીયન્ટ'' ના શેરા સાથે પરત ફરતા ફરીયાદીએ પોતાના એડવોકેટ બકુલ રાજાણી મારફત લીગલ નોટીસ આપી ત્યારબાદ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ કોર્ટમાં ફરીયાદ કરતા કોર્ટમાં રજુ થયેલા તમામ દસ્તાવેજી પુરાવા ધ્યાનમાં લઇ આરોપી સામે કોર્ટમાં સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કરેલ હતો.

આ કેસમાં રાજકોટના ધારાશાસ્ત્રી એડવોકેટ બકુલ રાજાણી, પ્રકાશ પરમાર, ઇન્દુભા રાઓલ,ભાવેશ હાપલીયા મુગરા સતીષ પી./સાકરીયા કલ્પેશ એલ રોકાયેલ હતા.

(3:51 pm IST)