Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કુવાડવા રોડ પર ૧૫ સ્થળોએથી છાપરા- ઓટાનો કડુસલોઃમાર્જીન-પાર્કિંગની જગ્યા ખુલ્લી

ઇસ્ટ ઝોનની ટી.પી.શાખા દ્વારા વોર્ડ નં. ૪ અને ૫ માં કાર્યવાહી

રાજકોટ,તા. ૪ : શહેરના કુવાડવા રોડ પરના પાર્કિંગ તથા માર્જીંનમાં ૧૫ સ્થળોએ થયેલ દબાણો દૂર કરી માર્જીંન -પાકિંગની ૮૦૦ ચો.ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે મનપા.ની સતાવાર માહિતી મુજબ કમિશનર અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્યાને અંતર્ગત કમિશનર દ્વારા રજુ કરાયેલ એકશન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે તા. ૪ વન ડે વન રોડ અંતર્ગત શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં. ૪ અને ૫માં સમાવિષ્ટ કુવાડવા રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.

 જે અન્વયે ગણેશ સેલ્સ એજન્સી, સદગુરૂ કોમ્પ્લેક્ષ, મધુભાઇ ગોરધનભાઇ ચેવડાવાળા સદગુરૂ દર્શન કોમ્પ્લેક્ષ, ડીલકસ કોલ્ડ્રીંકસ, સુર્યદીપ ટ્રાવેલ્સની બાજુમાં, શિવ ઇલેકિટ્રક એન્ડ આર.ઓ., રણછોડદાસ બાપુના આશ્રમ પાસે, મધુરમ ઓટો પાટ્ર્સ, ડીમાર્ટથી આગળ, રાઠોડ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, મારૂતિ ટ્રુ વેલ્યુની બાજુમાં, ભારત પાન, રિલાયન્સ પમ્પ પાસે ચામુંડા ટી સ્ટોલ, રિલાયન્સ પમ્પ સામે, જે. કે. ઓવરસીઝ, રિલાયન્સ પમ્પ સામે, રોશની પાન, રિલાયન્સ પમ્પ સામે, આશાપુરા વલ્કેનાઇઝીંગ, પટેલ વિહારની બાજુમાં, પટેલ ઓટો પાર્ટસ, બેંક ઓફ બરોડા સામે, કનૈયા રેસ્ટોરન્ટ, ભારત પેટ્રોલ પમ્પ સામે, અંબિકા રેસ્ટોરન્ટ, ભારત પેટ્રોલ પમ્પ સામે, વિશ્વકુમાર કોટક, ડી. એસ. ચેમ્બર્સ પાસે સહિતનાં કુલ ૧૫ સ્થળોએ થયેલ છાપરા તથા ઓટાનું દબાણ દુર કરીને અંદાજે ૮૦૦ ચો.ફુટ પાર્કિંગ-માર્જીનની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે.

આ કામગીરીમાં ઇસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર ટાઉન પ્લાનીંગ ઓફીસર સીટી એન્જીનીયર ઇસ્ટ ઝોન તેમજ ઇસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યા હતાં.

 

(4:02 pm IST)