Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

બૌધ્ધ ધર્મ યાત્રા

આત્મન યુવા ગ્રુપ દ્વારા બૌધ્ધ ધર્મના આસ્થાના મુખ્ય ચારધામ તથાગત બુધ્ધ જન્મ સ્થળ લુંમ્બિની-નેપાલ, જ્ઞાન પ્રાપ્તિ-બૌધ ગયા, પ્રથમ ઉપદેશ-સારનાથ અને મહાપરિનિર્વાણ કુશીનગરનો યાત્રા-પ્રવાસ યોજેલ. જેમાં ચારધામની સાથે વિશ્વનો સૌથી ૧૦૪ ફુટ ઉંચો કેસરીયા સ્તુપ અને નેપાલના પોખરાના સૌથી ઉંચા પહાડ પર આવેલ વિશ્વશાંતિ સ્તુપ, નાલંદા વિશ્વ વિદ્યાલય, રાજગીરી સ્તુપ, વૈશાલી, સાંચીનો સ્તુપ, સારનાથ સ્તુપ, ડો. બાબા સાહેબ જન્મ સ્થળ-મહુ, આગ્રા, ફતેહપુર સીક્રી, લખનૌ, કાઠમંડુ, પશુપતિનાથ, કાશી વિશ્વનાથ, પ્રાયગરાજ, ચિત્રકુટ, ઉજૈન, અંબાજી વગેરે પાંચ રાજય અને નેપાલના બૌધ્ધ, આધ્યાત્મિક, ઐતિહાસિક અને પ્રાકૃતિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રવાસને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ (મો. ૯૮રપ૬ ૭૦૧૬૬), નિલેશભાઇ પરામર, જલ્પેશ વાઘેલા, નયનાબેન રાઠોડ, રાજહંસભાઇ માકડીયા, નિશાંત ભોજાણી અને પી. યુ. મકવાણા વગેરે કાર્યકરોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

(4:26 pm IST)