Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ભાજપ - કોંગ્રેસના પ્રમુખો 'અકિલા'ના આંગણે : કિરીટભાઈએ બંનેને શુભેચ્છાઓ પાઠવી

રાજકોટ : અકિલા કાર્યાલયે આજે જોગાનુજોગ ભાજપ - કોંગ્રેસના પ્રમુખોનું મિલન થઈ ગયુ હતું. કમલેશ મિરાણીનો જન્મદિવસ હોય તેઓ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના શુભાશિષ લેવા આવ્યા હતા ત્યારે અશોક ડાંગર પણ અકિલા કાર્યાલયે આવ્યા હતા. આ બંને નેતાઓ પોતપોતાના પક્ષમાં ભારે ચાહના ધરાવે છે. આજે બંને નેતાઓએ ખુલ્લા મને ચર્ચાઓ કરી હતી. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા કમલેશ મિરાણી અને અશોક ડાંગરને શુભેચ્છા પાઠવતા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:00 pm IST)