Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

વૃદ્ધાશ્રમના વડીલોના લાભાર્થે જૂના - નવા ગીતોનો કાર્યક્રમ

સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા ડિવાઈનફીલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૧મીએ કાર્યક્રમ : ગાયકો સુનિલ મેનન - નયના શર્મા - રાજેન્દ્ર ખીરા - અમી ગોસાઈ લતા - મુકેશ - રફીના ગીતો પીરસશે : સંગીતપ્રેમીઓને કાર્યક્રમ માણવા અનુરોધ : 'અકિલા' મીડિયા સપોર્ટર

રાજકોટ, તા. ૪ : જગતના નિઃસહાય જીવો માટે જેમના હૃદયમાં કરૂણા જાગૃત થઈ છે, સેવાભાવનાનો આવિર્ભાવ થયો છે એવા યુવાનો દ્વારા સંચાલિત ડિવાઈનફીલ ચેરીટેબલ ટ્રસ્ટ સેવા સંસ્થાના ઉપક્રમે આગામી તા.૨૧ ડિસેમ્બરના શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે એક સંગીતમય ચેરીટી ઈવેન્ટનું આયોજન કરેલ છે. જેમાં નામાંકિત ગાયકો દ્વારા લતા, મુકેશ, રફીના ગીતોથી સંધ્યા જામશે. આ કાર્યક્રમના ખાસ આમંત્રિત વૃદ્ધાશ્રમના વડીલો હશે જેને જૂના ગીતોનો આનંદ આપી તેમના જ હાથે દીપ પ્રાગ્ટય કરીને કાર્યક્રમની શરૂઆત થશે. આ કાર્યક્રમમાં મીડિયા સપોર્ટર તરીકે 'અકિલા'નો સહયોગ મળેલ છે.

કાર્યક્રમ કન્સેપ્ટ શ્રી મનોજભાઈ રાવલ અને સુનિલ મેનન (એવરગ્રીન વોઈસ), રાજેન્દ્ર ખીરા (વોઈસ ઓફ મુકેશત્ર), નયના શર્મા (વોઈસ ઓફ આશા - લતા) તથા અમી ગોસાઈ (વોઈસ ઓફ લતા - આશા) પોતાના સુરીલા અવાજમાં આ સંગીત સંધ્યાને નવાજશે. મ્યુઝીક ડાયરેકટર શ્રી તુષારભાઈ ગોસાઈ તથા તેમની ટીમ સંગીત આપશે.

શહેરના વૃદ્ધાશ્રમના વૃદ્ધો પણ આ કાર્યક્રમનો આનંદ તથા જૂના દિવસોની યાદ તાજી કરશે અને તેમના જ હાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને આગળ વધારવામાં આવશે. એન્ટ્રી પાસ મેળવવા આયોજક સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંસ્થાના પ્રમુખ ભરતભાઈ પરમાર મો.૯૮૨૫૨ ૫૯૮૭૯ સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા ઘણા સમયથી કમલભાઈ શીંગાળા, પિયુષભાઈ વેદ, પ્રશાંતભાઈ તન્ના, મહેશભાઇ ઉનાગર, કૈલાશભાઈ લાલાણી, રાજુભાઈ ભીમાણી, વિજયભાઈ પટેલ, કિશોરભાઈ ભીમાણી, ચિરાગભાઈ પટેલ, દેવાંગભાઈ દુધરેજીયા, રણછોડભાઈ રાઠોડ, કીરીટભાઈ, શ્રી ચાવડા, ભાવેશભાઈ પટેલ અને રાજુભાઈ જોટાણીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

પાસ મેળવવા માટે (૧) પાર્થ ગ્રાફીકસ - ૩૦૧, આનંદ પ્લાઝા, આનંદ બંગલા ચોક, મો. ૯૮૨૫૨ ૫૯૮૭૯, (૨) પાર્થ પ્રિન્ટોવેશન પ્રા.લી. - ૨/૨૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, દત્તાત્રેય હોસ્પિટલની બાજુમાં, મો. ૯૮૨૫૨ ૮૫૭૧૧, (૩) કમલ બ્યુટી સેન્ટર કમલભાઈ શીંગાળા, પ્રહલાદ રોડ મો. ૮૭૩૫૯ ૪૪૫૦૧ (૪) પિયુષભાઈ વેદ - મો.૯૪૨૭૪ ૯૫૯૩૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:00 pm IST)