Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

વિજયભાઇનો વધુ એક સંવેદનશીલ નિર્ણયઃ હેલ્મેટ મૂકિતથી લોક સંવેદનાનુ સન્માન

ભાજપ લોકોની સાથે છે અને રહેશેઃ સરકારના નિર્ણયને આવકારતા ભંડેરી-ભારદ્વાજ

રાજકોટ તા. ૪ : શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલ્મેટના કાયદા સામે ગુજરાતભરના શહેરીજનોએ પ્રચંડ રોષ અને વિરોધ દર્શાવ્યો ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હેલ્મેટના કારણે સર્જાતી મુશ્કેલીઓ ભરી સંવેદનાને સન્માન આપી શહેરી વિસ્તારમાં હેલ્મેટ ફરજીયાતના કાયદાની મૂકિત આપવાનો નિર્ણય કર્યો છે તે ખરેખર આવકાર દાયક છે તેમ મ્યુ.ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી ત્થા ભાજપના પ્રદેશ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ એક સંયુકત નિવેદનમાં જણાવ્યું છે.

શ્રી ભારદ્વાજ તથા શ્રી ભંડેરીએ સરકારના નિર્ણયને આવકારીને જણાવ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલ સરકારે આજદિન સુધીમાં દરેક નાગરીકોના હીતમાં અનેક સંવેદનશીલ નિર્ણયો કર્યા છે. શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલ્મેટથી લોકોને થતી મુશ્કેલીઓને મૂખ્યમંત્રીએ સમજી અને આ લોકોના હીતમાં સરકારે આ હેલ્મેટ મુકિતનો નિર્ણય કરી વધુ એક વખત સાબીત કર્યુ છે કે ભાજપ લોકોની સરકાર છે અને લોકો માટે છે.લોકો સાથેજ રહેશેે તેની લોકોને ખાત્રી છે.

(3:48 pm IST)