Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

વોર્ડ નં.૧૧માં જીવરાજપાર્ક વિસ્તારમાં ડામરકામનો પ્રારંભ કરાવતા કોંગ્રેસના કોર્પોરેટર

રાજકોટઃ વોર્ડનં.૧૧માં સમાવેશ થતા વિસ્તાર જીવરાજપાર્ક થી આયલેન્ડવાળા રસ્તા પર આજરોજ મહાનગરપાલીકા દ્વારા ડામર રોડની કામગીરી આ વિસ્તારના કોંગી કોર્પોરેટ ઘનશ્યામસિંહ એ. જાડેજા , પરેશભાઇ હરસોંડા, શ્રી પારૂલબેન ડેર તેમજ શ્રી વસંતબેન માલવીના હસ્તે કરવામાં આવશે. તે વખતની તસ્વીર આ ડામર રોડનુ કામ રૂ.૩૪૨૮૦૦૦/- મંજુર થયેલ છે.

આ પ્રસંગે  વોર્ડ પ્રમુખ કેતનભાઇ તાળા, સુખદેવસિંહ ગોહેલ, સહદેવસિંહ, શૈલેષભાઇ, ગજેન્દ્રસિંહ, મહેશભાઇ, અશોકસિંહ, લાભુભા, સચીનભાઇ, સંતોકીભાઇ , વિશાલભાઇ, મનીષભાઇ, રાજેન્દ્રસિંહ રેવાભાઇ, રીન્કુભાઇ વિગેરેના  વિસ્તારના મોટી સંખ્યામાં રહેવાસીઓ  ઉપસ્થિત હતા.

(3:47 pm IST)