Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

મનીષ ભટ્ટના માતુશ્રીની સ્મૃતિમાં રાત્રે ભકિત સંગીતઃ કાલે રકતદાન શિબિર

સમય મારો સાધજે વહાલા, કરુંં હું તો કાલાવાલા.... : ભારતીબેન વ્યાસ અને નીતિન દેવકા કંઠ રેલાવશઃ જાહેર આમંત્રણ

રાજકોટ તા. ૪ : શહેર ભાજપના ઉપાધ્યક્ષ મનીષભાઇ ભટ્ટના માતુશ્રી જ્યોતીબેન રસીકલાલ ભટ્ટ (ઉ.૭૮) તા.ર૪/૧૯ રવિવારે કૈલાસ વાસી થયા. અત્યંત મળતાવડા, સેવાભાવી અને કળવણીકાર માતુશ્રી જ્યોતીબેનની પુણ્યસ્મૃતિમાંં સમગ્ર સમાજને પ્રેરણા મળે, નવો ચીલ્લો પડે તે માટે વિશેષ આયોજન ભટ્ટ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે સ્વર્ગસથની ઉત્તરક્રિયા (સરવણી) તા. પ ગુરૂવારે સવારે ૧૦ કલાકે રાખેલ છે. સાથે નાગર બોર્ડિંગ, વિરાણી હાઇસ્કુલ સામે, ટાગોર માર્ગ, રાજકોટ, ખાતે શ્રદ્ધાંજલી રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

માનવતાની સૌથી શ્રેષ્ઠ એવી રકતદાન પ્રવૃતિને ઉત્તેજન આપવા તેમજ સીવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીનારાયણ-દરીદ્રનારાયણ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે યોજાનાર આ 'શ્રદ્ધાંજલી રકતદાન કેમ્પ' માં ભટ્ટ પરીવાર, શુભેચ્છકો તેમજ માનવતાપ્રેમી યુવા-ભાઇ બહેનો રકતદાન કરશે. કાલે ગુરૂવારના સવારે ૧૦ થી બપોરે ર દરમ્યાન નાગર બોર્ડિંગ, ટાગોર માર્ગ, રાજકોટ ખાતે યોજાયેલ આ રકતદાન કેમ્પમાં સૌને જાહેર આમંત્રણ અપાયું છે.

રકતદાતાઓનું પ્રમાણપત્ર અને ભેટથી અભિવાદન કરશે. રકતદાઓ માટે ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

દેહમાંથી જેણે 'દેહ' આપ્યો, જીવનમાંથી 'જીવ' આપ્યો તે માં એટલે જયોતિબા, માંની આજીવન, અહૈતુકી મમતાનું બારેમાસી ચોમાસુ ભટ્ટ પરીવારે ગુમાવ્યું છે. ત્યારે બાને ભાવાંજલિ આપવા ભકિત સંધ્યા-માતૃવંદના કાર્યક્રમનું આયોજન આજે બુધવારના રોજ રાત્રીના ૯ કલાકેથી નાગર બોર્ડિંગ, ટાગોર ર્મા, રાજકોટ ખાતે કરાયુંછે જેમાં ગુજરાતના જાણીતા કલાકાર ભારતીબે વ્યાસ, લોકગાયક નીતીનભાઇ દેવકાના ભાવભીંના કંઠે ભકિત આરધનાના સુરો રેલાવશે. ભકિત સંધ્યામાં સૌને લાભ લેવા નિતેશભાઇ ભટ્ટ, મનીષ ભટ્ટ પરીવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવેલ છે.

(3:47 pm IST)