Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

રાજકોટ ડિવીઝનમાં મોટા પાયે ટેક મેન્ટેનન્સ કાર્ય : રેલ મુસાફરોને સુરક્ષિત યાત્રા માટે પહેલ

રાજકોટ : મુસાફરોની સુરક્ષા એ હંમેશા રેલવેની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. રેલવે મુસાફરોને સારી  સુવિધા આપવા માટે રાજકોટ ડિવિઝન હંમેશા અગ્રણી રહી છે. આ ક્રમમાં ડિવિઝન દ્વારા રેલવે સંરક્ષા (સેફ્ટી) સુનિશ્યિત કરવા હેતુ માટે મોટા પાયે ટ્રેક મેન્ટેનન્સ કાર્ય દિવસ-રાત તેજ ગતિથી થઈ રહ્યું છે. આ કાર્ય અત્યાધુનિક ટ્રેક મશીનો દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે.

રેલવેમાં શિયાળા દરમિયાન સંકોચાવાના કારણે રેલના વેલ્ડની નિષ્ફળતાનો ખતરો રહે છે જે સંરક્ષા માટે એક મોટો ભય છે. આગામી શિયાળાને ધ્યાનમાં રાખતા રાજકોટ ડિવિઝન દ્વારા ફ્લેશ બટ્ટ વેલ્ડીંગ ટેકનીકથી જુના થઈ ચુકેલા રેલના જોઈન્ટ્સને નવી ટેકનીકથી અત્યાધુનિક મશીન દ્વારા જોડવામાં આવી રહ્યાં છે. આ મશીન રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટેન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન લખનઉના દ્વારા અધિકૃત માપદંડો અનુસાર કાર્ય કરે છે. પાછલા ૬ મહિનાઓ દરમિયાન રાજકોટ અને હાપા વચ્ચે લગભગ ૭૦૦૦ રેલ વેલ્ડને નવીનીકૃત કરવામાં આવ્યા. હાલ પુરતું લગભગ ૩૦૦૦ રેલ વેલ્ડ નવીનીકૃત કરવાનું કાર્ય પ્રગતિ પર છે. હાલ માં આ મશીન પડધરી-ચણોલ વચ્ચે કાર્યરત છે.

આ સિવાય રાજકોટ ડિવિઝનમાં લગભગ ૩૬ કિલોમીટર રેલ રસ્તાઓ પૂર્ણ રીતે નવીનીકૃત કરવાનું કાર્ય પ્રગતિ પર છે. જુની અને પુરાની રેલો, સ્લીપરોને બદલીને નવી રેલ અને સ્લીપર ટ્રેકમાં ઙ્ગઙ્ગ લગાવવાની પ્રક્રિયા રેલ નવીનીકરણ કહેવાય છે. આ કાર્ય હાલમાં વિરમગામ-રાજકોટ ડિવિઝનમાં કવીક રીલેઈંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ સાથે પુરા રાજકોટ ડિવિઝનમાં જરૂરિયાત અનુસાર અલગ અલગ જગ્યાઓ પર ખોદકામને મશીનોની સહાયતાથી ઉંડાણથી ખોદકામ દ્વારા ટ્રેકની નીચે જે માટી તેને સાફ કરવામાં આવી રહી છે તથા તેને સારી રીતે પેકીંગ પણ કરાઈ રહી છે. અત્યાધુનિક ટેકનીકથી સુસજ્જિત ટ્રેક ટેપીંગ મશીન, બાલાસ્ટ, કલીનિંગ મશીન, ટ્રેક લેઈંગ મશીનના ઉપયોગથી મેન્ટેનન્સ અને નવીનીકરણ તેજ ગતિથી કરવાનું સંભવ થઈ રહ્યું છે.

ઉપરોકત કાર્ય પૂર્ણ થયે રેલવે ટ્રેકની સેફ્ટી વધારવામાં તથા દૂર્ઘટનાઓને રોકવામાં ઉલ્લેખનીય યોગદાન મળશે. નવી રેલોને કારણે રેલ મુસાફરી વધુ સુરક્ષિત તથા આરામદાયક બનશે. સાથે સાથે રેલ એની વધુ ગતિથી ચાલી શકશે. જેનીથી રેલ યાત્રામાં સમયની બચત થશે.

(3:45 pm IST)