Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

શહેરના ૩.૧૪ લાખ વિદ્યાર્થીઓની થશે આરોગ્ય તપાસણી

મ્યુ.કોર્પોરેશને પ૦ દિવસનો કાર્યક્રમ જાહેર કર્યોઃ બિનાબેન આચાર્ય, ઉદય કાનગડ તથા જયમીન ઠાકર દ્વારા વાલીઓને કરાઇ અપીલ

રાજકોટ તા. ૪ : ગુજરાત સરકાર દ્વારા બાળકોના સ્વાસ્થ્યની જાળવણી માટે શાળા આરોગ્ય કાર્યક્રમ અમલમાં મુકેલ છે. જે અનવેય મ્યુ.કોર્પોરેશન દ્વરા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત દોઢ લાખ વધુ બાળકોની આરોગ્ય ચકાસણી અને સારવાર કરવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે મેયર સ્ટે.ચેરમેન તથા આરોગ્ય સમિતિ ચેરમેનએ આ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે મ્યુ.કોર્પોરેશન દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીઓ, શાળાઓ, હાઇસ્કુલો, વગેરે તમામને આવરી લઇ, બાળકો-તરૂણો-કિશોરીઓની આરોગ્ય તપાસ કરી, જરૂર જણાયે પાંડુંરોગ, વિટામીન 'એ'ની ઉણપ, ગોઇટર, ચામડીના રોગો, કાનમં પરૂ, શ્વસનતંત્રના રોગ, દાંતનો સડો., તણ/આંચકીના રોગ, દ્રષ્ટિની ખામી, સાંભળવામાં તકલીફ, હૃદય, કીડની, કેન્સર, થેલેસેમીયા મેજર, અન્ય રોગોની સારવાર તથા રેફરલ સેવાઓ આપવામાં આવે છે.

આ કાર્યક્રમ હેઠળ તા.રપ થી લઇને તા.૩૦ જાન્યુ.સુધીમાં રાજકોટ શહેરના કુલ ૧૪,૧૪૦ બાળકોની આરોગ્ય તપાસણી ચાલુ કરવામાં આવેલ છે.

આ તપાસણીમાં પ૧ મેડીકલ ઓફીસરો, ૧૪૩ એ.એન.એમ/જી.એન.એમ., રપ ફાર્માસિસ્ટ, ર૧ લેબોરેટરી ટેકનીશ્યન, ૧૦,૪રર શિક્ષિકો, આઇ.સી.ડી.સએસ વિભાગના મુખ્ય સેવિકાઓ/ કો-ઓર્ડીનેટર ૬, આંગણવાડી વર્કર તથા હેલ્પરો ૬૭ર તથા ૩ર૮ અર્બન આશા વગેરે ભાગ લેશે. જે માટે વોર્ડ દીઠ ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે જે માટે તમામને તાલીમ આપવામાં આવેલ છે.

ગત વર્ષ ૧૧ હજાર બાળકોમાં શ્વાસની બીમારીની સારવાર

વર્ષ ર૦૧૮-૧૯માં આ મુજબ બાળકોમાં ખામીઓ જોવા મળેલ હતી. જેમાં પાંડુરોગ-ર૧,૮પ૬, વિટામિન 'એ'ની ઉણપ-૧૮, ગોઇટર-, ચામડીના રોગો-૬,૦૯૬, કાનમાં પરૂ-ર,૬૮૩, શ્વસનતંત્રના રોગ-૧૦,૯૦૮, દાંતનો સડો-૧૪,૦ર૩, તાણ/આંચકીના રોગ-૭, દૃષ્ટિની ખામી-૩,૩પ૮, સાંભળવામાં તકલીફ-૧૮, અન્ય ર,૧૦૮નો સમાવેશ થાય છે.તમામને સ્થળ પર સારવાર આપેલ તથા જરૂર જણાય છે, અર્બન હેલ્થ સેન્ટર ખાતે તથા સીવિલ હોસ્પિટલ ખાતે સારવાર અપાયેલ તથા ર૯૦ ચશ્માની જરૂરીયાતવાળા બાળકોને વિનામૂલ્યે ચેશ્મા આપવામાં આવેલ. મેયર બિનાબેન , ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે વાલીઓને વિનામૂલ્યે આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

 

(3:42 pm IST)