Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

શહેરમાં છેલ્લા આઠ દિવસમાં ડેન્ગ્યુના ૪૧ દર્દીઓ નોંધાયા

મ્યુ.કોર્પોરેશનની આરોગ્ય શાખાના ચોપડે ઝાડા-ઉલ્ટીનાં ૩૬૫, શરદી -ઉધરસનાં ૪૩૯ સહિત ૮૦૦થી વધુ કેસઃ ૫ હજાર ઘરોમાં ફોગીંગ કરાયુ

રાજકોટ, તા.,૪: શહેરમાં મીશ્ર વાતાવરણના કારણે રોગચાળો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. મ્યુ. કોર્પોરેશનનાં ચોપડે છેલ્લા અઠવાડીયામાં ડેન્ગ્યુના ૪૧ કેસ ત્થા શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી સહિતના ૮૦૦થી વધુ દર્દીઓ નોંધાયા છે.

મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મનપાની આરોગ્ય શાખામાં છેલ્લા અઠવાડીયામાં સામાન્ય - શરદી ,ઉધરસ- તાવના ૪૩૯ કેસ, ઝાડા-ઉલ્ટીના ૩૬૫, ટાઇફોઇડ તાવના ૫, ડેન્ગ્યુના ૪૧ તથા મેલેરીયાના ૨, અન્ય તાવના કેસ ૨૪૮સહિત કુલ ૮૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

૮ હજાર ઘરોમાં ફોગીગ

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા વિભાગ દ્વારા ૫૦ હજાર ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. ૫ હજાર ઘરોમાં ફોગીંગ કરાયું હોય. મચ્છર ઉત્પત્તી સબબ ૧૫૫ને નોટીસ ફટકારવામાં આવી હતી.

૫૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

ખોરાકજન્ય રોગચાળો અટકાયત માટે એક સપ્તાહમાં ફૂડ શાખા દ્વારા ૪૫ રેકડી, ૩૮-દુકાન, ૧૪-હોટલ-રેસ્ટોરન્ટ, ૧૧-ડેરી ફાર્મ સહિત કુલ૧૨૮ ખાણી પીણીના ધંધાર્થીઓને ત્થા ચેકીંગ કરી ૫૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ૭ સ્થળોએથી ખાદ્ય પદાર્થોના નમુના લેવામાં આવ્યા હતા તેમજ ૩૫ ધંધાર્થીઓને નોટીસ ફટકારવામાં આવી હતી.

(3:12 pm IST)