Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

શહેરમાં ચાર પીઆઇને નિમણુકઃ જી.એમ. હડીયાને થોરાળાનો ચાર્જ

રાજકોટ તા. ૪: શહેર પોલીસમાં હાજર થયેલા ચાર નવા પોલીસ ઇન્સ્પેકટરને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અલગ-અલગ સ્થળે પોસ્ટીંગ આપ્યા છે. જમાં પી.આઇ. જી. એમ. હડીયાને થોરાળા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. પી.આઇ. વાઢીયા નિવૃત થયા બાદ આ જગ્યાનો ચાર્જ પી.આઇ. ગડ્ડુને સોંપાયો હતો.

અન્ય ત્રણ પોલીસ ઇન્સ્પેકટરમાં સી. જી. જોષીને રિડર શાખામાં, વી. જે. ચાવડાને લાયસન્સ શાખામાં મુકાયા છે. મહિલા પોલીસ મથકના પી.આઇ. એસ.આર. પટેલને હવે લાયસન્સ શાખાના વધારાના હવાલામાંથી મુકત કરાયા છે. જો કે મહિલા પોલીસ સ્ટેશન ઉપરાંત આઇયુસીએડબલ્યુ (ઇન્વેસ્ટીગેશન યુનિટ્સ ફોર ક્રાઇમ અગેઇન્સ્ટ વૂમન)નો ચાર્જ પણ વધારાના હવાલા તરીકે રહેશે. પી.આઇ. બી.એમ. જાડેજાને રીડર શાખાના વધારાના ચાર્જમાંથી મુકત કરવામાં આવ્યા છે.

(1:01 pm IST)