Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

'ઓખી' ક્રમશઃ નબળુ પડતુ જશે : ડિપ્રેશન કે લોપ્રેસરમાં પરિવર્તિત થશે

કાલ સાંજ સુધીમાં મુંબઈથી ૧૦૦ કિ.મી. પશ્ચિમે પસાર થશે ત્યારે નબળુ પડી ડિપડિપ્રેશનની માત્રાએ પહોંચી જશે : આજથી બુધવાર સુધીમાં સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ૫ થી ૭ સે.મી. (બેથી ત્રણ ઈંચ) વરસાદ પડશે : વેરાવળથી અમદાવાદપટ્ટી અને ભાવનગરથી અમદાવાદ સુધી તથા દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગમાં માવઠુ થશે, બાકીના સૌરાષ્ટ્ર - કચ્છના ઝાપટાની શકયતા : અશોકભાઈ પટેલ : સિસ્ટમ્સનો મુખ્યત્વે વરસાદ સિસ્ટમ્સ દરિયામાં હશે ત્યારે જ વરસી જશે

રાજકોટ, તા. ૪ : વાવાઝોડુ 'ઓખી'ની અસરથી આજથી બુધવાર સુધીમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૫ થી ૭ સે.મી. (૨ થી ૩ ઈંચ) વરસાદ પડશે. જેમાં વેરાવળથી અમદાવાદ પટ્ટી અને ભાવનગરથી અમદાવાદ સુધી તથા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગોમાં માવઠુ થશે. બાકીના સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાની શકયતા છે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલએ જણાવ્યુ છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે અતિ તિવ્ર વાવાઝોડુ ''ઓખી'' આજે બપોરે ૧ વાગ્યે ૧૫ ડિગ્રી નોર્થ અને ૬૯ ઈસ્ટ ઉપર કેન્દ્રીત હતંુ. જે સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી ૬૫૦  કિ. મી. દક્ષિણ - દક્ષિણ પશ્ચિમ ઉપર હતું. સિસ્ટમ્સના પવનો ૧૨૦ અને ઝાટકાના પવનો ૧૪૦ કિ. મી. (પ્રતિ કલાક)ની ઝડપે ફૂંકાય છે. આ સિસ્ટમ્સ હવે ઉત્તર - ઉત્તર - પૂર્વ તરફ ગતિ કરશે અને આવતા ૧૨ કલાકમાં નબળુ પડી ત્યારબાદ ક્રમશઃ સિસ્ટમ્સ નબળી પડતી જશે અને આવતીકાલે સાંજ સુધીમાં મુંબઈથી ૧૦૦ કિ.મી. પશ્ચિમે પસાર થઈ જશે. ત્યારે આ સિસ્ટમ્સ નબળી પડી ડિપડિપ્રેશનની માત્રામાં પહોંચી જશે. ત્યારબાદ આગળ ચાલી અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચે પહોંચશે. બાદ લોપ્રેસર તરીકે લેન્ડફોલ થશે. (તા.૬ ડિસેમ્બર સવાર સુધીમાં)

આ સિસ્ટમ્સના અનુસંધાને વાદળસમુહો મોજુદ છે અને તા.૪ થી ૬ ડિસેમ્બર વચ્ચે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ઝાપટાથી માંડી અને ૫ થી ૭ સે. મી. (બે થી ત્રણ ઈંચ) સુધી વરસાદ પડી શકે. જેમાં વેરાવળથી અમદાવાદ અને ભાવનગરથી અમદાવાદ સુધીનો ભાગ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતનો પૂર્વ ભાગમાં ઝાપટાથી પાંચથી સાત સે. મી. બાકીના સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાની શકયતા છે.

આ સિસ્ટમ્સનો મુખ્ય વરસાદ સિસ્ટમ્સ દરિયામાં હશે ત્યાં સુધીમાં વરસી ગયો હશે. હાલમાં પ્રવર્તતા પવનથી સિસ્ટમ્સ નજીક આવતી જશે તેમ પવન ૪૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે ફંુકાશે. હવામાન ખાતાની સુચનાને અનુસરવું.

(5:01 pm IST)