Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

પારેવડામાં લાભુભાઇ કોળીને નાના ભાઇ અને તેની પત્‍નિએ ધારીયુ ઝીંક્‍યું

જમીન બાબતે ભાઇઓ વચ્‍ચે ચાલતું મનદુઃખ કારણભુત

રાજકોટ તા. ૪: કુવાડવાના પારેવડા ગામે રહેતાં લાભુભાઇ બધાભાઇ ગોહેલ (ઉ.૩૫) નામના કોળી યુવાનને રાત્રે તેના નાના ભાઇ ભૂપત બધાભાઇ અને તેની પત્‍નિ સોનુબેને ઝઘડો કરી ધારીયાથી હુમલો કરી માથામાં ઇજા કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

લાભુભાઇના પત્‍નિ પ્રભાબેનના કહેવા મુજબ જમીનના ભાગ બાબતે ભાઇઓ વચ્‍ચે મનદુઃખ ચાલતું હોઇ તેના કારણે હુમલો કરાયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

 

(4:41 pm IST)