Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

કોર્પોરેશને ૪ સ્થળે લીધેલ ઘી - ઓઇલ - સીંગતેલ -ચાંદીના વરખના નમુના અંગે એડી. કલેકટરમાં સુનાવણી

એક કેસમાં બપોર બાદ દંડ ફટકારાશેઃ અન્ય ત્રણ કેસમાં મુદત પડી

રાજકોટ તા. ૪: રાજકોટ મહાનગરપાલીકાની ફુડ શાખાએ ભેળસેળ મીસ બ્રાન્ડેડ અંગે કરેલ તપાસણી અને લેવાયેલ નમુના અંગે આજે ૪ કેસોની એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી, તેમાંથી એક એડી. કલેકટરે પાર્ટીને સાંભળ્યા બાદ બપોર બાદ ચૂકાદાનું ઉમેર્યું હતું, આ પાર્ટીને બપોર બાદ દંડ ફટકારાશે તેમ સાધનોએ કહ્યું હતું. આજે કેસની સુનાવણી દરમિયાન કોર્પોરેશનના ફુડ ખાતાના ઇન્સ્પેકટર શ્રી કેતન રાઠોડ હાજર રહ્યા હતા, અન્ય ત્રણ કેસમાં મુદત પડી હતી.

આજે હાથ ધરાયેલ સુનાવણીમાં શ્રી કાંત -ઘી-દમણ એકોર્ડ હાઇપર માર્કેટ, બાલાજી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, મોટામવા, યશ એન્ટરપ્રાઇઝ, રૈયા રોડ, સીંગતેલ, બાબરીયા નોન આલ્કોલીક માલ્ટ ડ્રીંક-ગુરૂકૃપા સેલ્સ-ખીજડાવાળો રોડ, તથા મીરા સીલ્વર લીવ્સ-ચાંદીનો વરખ અંગે આનંદ એન્ડ કાું, કેપ્ટન એન્ટરપ્રાઇઝ અંગે સુનાવણી હાથ ધરાઇ હતી, તમામ કેસ મીસ બ્રાન્ડેડ અંગેના હતા.

(2:54 pm IST)