Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ઇન્દુભાઇ આર્કિટેકચર કોલેજને 'ઇન્ટરનેપઇન્ડ' પ્રોજેકટમાં સ્થાન

રાજકોટ : સ્થાપત્યકલા શિક્ષણ ક્ષેત્રની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા વી.વી.પી. સંચાલિત ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચરએ  ઉચ્ચ શૈક્ષણિક માપદંડમાં વધુ એક ગૌરવશાળી સિધ્ધી પ્રાપ્ત કરી છે. સ્પેન, પોર્ટુગલ, ભારત અને નેપાળની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની યુરોપિયન-એશિયન ભાગીદારીયુકત 'ઇન્ટરનેપઇન્ડ'   નામના ઉચ્ચ શિક્ષણના આંતર રાષ્ટ્રીયકરણ હેતુ નિર્મિત અને યુરોપિયન દ્વારા અનુદાનિત પ્રોજેકટમાં ભારતની કુલ પ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સામેલ કરાયેલ. તેમાં સૌરાષ્ટ્રની ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચરની પસંદગી કરવામાં આવી છે. જે બદલ ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. 'ઇન્ટરનેપઇન્ડ' પ્રોજેકટ દ્વારા ઉંમર, જાતિ, વિકલાંગતા, વર્ણ, વંશીયતા, મૂળ ધર્મ અને આર્થિક કે અન્ય સ્થિતિ પ્રત્યે ઉપેક્ષિત બનીને સર્વેના સામાજીક સમાવેશ થકી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રનાં લાભાન્વીતોમાં વિવિધ ગતિવિધિઓ તથા તકો થકી ઉચ્ચ શિક્ષણનાં આંતરરાષ્ટ્રીયકરણને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. ત્યારે આમાં સ્થાન મેળવવાનું ગૌરવ હાંસલ કરનાર ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચરની આ સિધ્ધી બદલ મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટીગણ કૌશિકભાઇ શુકલ, હર્ષલભાઇ મણીઆર, ડો. સંજીવભાઇ ઓઝા, ઇપ્સાના ડીરેકટર આર્કિ. કિશોરભાઇ ત્રિવેદીએ શુભેચ્છાઓ પાઠવી છે.

(2:46 pm IST)