Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

રાજકોટ જિલ્લો ગુજરાતમાં નંબર વન,ખેડૂતોને રૂપિયા ર૩ર કરોડ ચુકવાયા

અતિવૃષ્ટિ સહાય માટે ર.૧૪ લાખ અરજીઓ આવી, દિવાળી સુધીમાં બધાને નાણા આપવાનો લક્ષ્યાંક : ડી.ડી.ઓ. રાણાવાસિયા

રાજકોટ, તા. ૪ : રાજય સરકારે પાછોતરા ભારે વરસાદને અનુલક્ષીને જાહેર કરેલ અતિવૃષ્ટિ સહાય પેકેજના લાભાર્થીઓની સંખ્યા અને નાણાની ચુકવણીમાં સમગ્ર રાજયમાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલકુમાર રાણાવસિયાના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાંથી ર.૧૪ લાખ ખેડૂતોએ સહાય માટે અરજી કરેલ છે. જેમાંથી તબક્કાવાર ચકાસણી કરીને અત્યાર સુધીમાં ૧.૯૦ લાખ અરજીઓ મંજુર કરવામાં આવી છે. બાકીનાની પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં ૧.૬૦ લાખ ખેડૂતોના ખાતામાં સહાય જમા થઇ ગઇ છે. તે રકમ રૂ. ર૩ર કરોડ જેટલી થાય છે. બાકીના તમામ ખેડૂતોને નીતિ-નિયમ મુજબ મળવાપાત્ર નાણા દિવાળી સુધીમાં ચુકવી દેવાની ગણતરી છે. આ પેકેજમાં રાજકોટ જિલ્લો ખેડૂતોની સંખ્યા અને ચુકવાતા નાણાની બાબતમાં પ્રથમ ક્રમે છે.

(1:05 pm IST)