Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ચાર બહેનના એકના એક ભાઇ ૧૧ વર્ષના આશિષને તાવ ભરખી ગયો

અર્ધબેભાન હાલતમાં રાજકોટ ખસેડાયો પણ દમ તોડી દીધોઃ કોળી પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૪: જસદણના ભાડલા ગામના ચાર બહેનના એકના એક ભાઇ ૧૧ વર્ષના બાળકનું તાવથી મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. અર્ધબેભાન હાલતમાં આ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યો હતો.ભાડલા રહેતાં પ્રાગજીભાઇ સરવૈયા (કોળી)ના પુત્ર આશિષ (ઉ.૧૧)ને તાવ આવતો હોઇ આજે અર્ધબેભાન જેવો થઇ જતાં ભાડલાથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે તેને મૃત જાહેર કરતાં સ્વજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ કે. ખાંભલા અને રામજીભાઇએ પ્રાથમિક કાગળો કરી ભાડલા પોલીસને જાણ કરી હતી.મૃત્યુ પામનાર આશિષ ધોરણ-૫માં અભ્યાસ કરતો હતો અને ચાર બહેનનો એકનો એક ભાઇ તથા માતા-પિતાનો લાડકવાયો હતો. બે-ત્રણ દિવસથી તાવ આવતો હોવાનું અને આજે તબિયત વધુ બગડી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે.

(3:50 pm IST)