Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પટેલ કારખાનેદાર વિશાલે પહેરવા આપેલી લક્કી પાછી માંગતા માર મળ્યો

મિત્ર મોૈલિક કાકડીયા ફોટા પડાવવા માટે માંગીને લઇ ગયા પછી બારોબાર વેંચી નાંખીઃ રાતે વાત કરવા મવડી બોલાવી હુમલો કર્યો

રાજકોટ તા. ૪: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર માધવ પાર્ક-૩માં રહેતાં કારખાનેદાર પટેલ યુવાને મિત્રને થોડા દિવસ પહેલા પહેરવા આપેલી પોતાની સોનાની લક્કી પાછી માંગતા તેણે વાત કરવાના બહાને બોલાવી હુમલો કરી માર મારતાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું.

કારખાનેદાર વિશાલ હિતેષભાઇ ફાચરા (પટેલ) (ઉ.૨૫) રાત્રે સાડા નવેક વાગ્યે મવડી બાપા સિતારામ ચોકમાં હતો ત્યારે મોૈલિક કાકડીયા અને અજાણ્યા શખ્સોએ લાકડી-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ તાલુકા પોલીસને જાણ કરી હતી. વિશાલના કહેવા મુજબ મોૈલિક મારો મિત્ર હતો. તેણે થોડા દિવસ પહેલા પોતાને ફોટા પડાવવા માટે સોનાની લક્કીની જરૂર છે તેમ કહેતાં મેં તેને મારી ૭૦ હજારની લક્કી આપી હતી. પરંતુ એ પછી તે પાછી આપતો નહોતો. તપાસ કરતાં તેણે બારોબાર વેંચી નાંખ્યાની મને ખબર પડતાં મેં તેને ફોન કરી લક્કી અથવા પૈસા આપી દેવાનું કહેતાં મને વાત કરવા બોલાવ્યા બાદ હુમલો કર્યો હતો.

(11:32 am IST)