Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

જય જલિયાણ : પૂ. જલારામબાપાની શોભાયાત્રાનું 'અકિલા'ના આંગણે સ્વાગત : ભીલવાસ મંદિરે અન્નકોટ દર્શન

રાજકોટ : સંત શીરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૦ મી જન્મ જયંતિની રાજકોટમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી લઇને મોડી રાત્રી સુધી પૂજા અર્ચના અને મહાપ્રસાદના કાર્યક્રમો ચાલ્યા હતા. શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા પૂ. બાપાની દર્શનીય શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ. વિવિધ ફલોટસ સાથેની આ શોભાયાત્રા ચૌધરી હાઈસ્કુલેથી પ્રસ્થાન પામી પંચનાથ મંદિરે વિરામ પામી હતી. દરમિયાન માર્ગમાં ઠેરઠેર સ્વાગત સન્માન કરાયુ હતુ. આ શોભાયાત્રા મોટી ટાંકી ચોક ખાતે 'અકિલા'ના આંગણે આવી પહોંચતા તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રીમતી વીણાબેન ગણાત્રા, ઇન્ટરનેટ એડીશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતી કિરણબેન ગણાત્રા તેમજ સમસ્ત 'અકિલા' સ્ટાફગણે સાથે રહી ફુલહાર કરી ઉમળકાભર્યુ સ્વાગત કર્યુ હતુ. અહીં પ્રસ્તુત ઉપરની બન્ને હરોળની તસ્વીરો 'અકિલા' ના આંગણે કરાયેલ આગતા સ્વાગતા સમયની છે. જયારે નીચેની પ્રથમ તસ્વીરમાં શોભાયાત્રામાં જોડાયેલા લોકો અને બીજી તસ્વીર ભીલવાસ ખાતેના શ્રી જલરામ પ્રાર્થના મંદિરે ધરાવવામાં આવેલ અન્નકોટ પ્રસાદની છે. ત્રીજી છેલ્લી તસ્વીર શોભાયાત્રામાં આકર્ષણ જમાવનાર ટુ વ્હીલર ફલોટની છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:50 am IST)