Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

નવરાત્રીમાં સદગુરૂ આશ્રમે રામચરિત માનસજીના પાઠ

પૂ.રણછોડદાસજી બાપુએ કહેલું આસો નવરાત્રી મે શ્રી રામચરિત્ર માનસજી કા પાઠ અવશ્ય કરના ચાહીયે, ઇસસે બહુત કષ્ટ મીટ જાતે હે

રાજકોટઃ શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ.શ્રી રણછોડદાસબાપુ આશ્રમ) રાજકોટ દ્વારા નિજ મંદિર હોલમાં આસો નવરાત્રી દર વર્ષની જેમ આ વર્ષે શ્રી રામચરીત માનસજીના પાઠનું તા.૬ બુધવાર થી આસો સુદ ૯ તા.૧૪/૨૧ ગુરૂવાર સુધી આયોજન કરવામાં આવેલ છે. જેમાં સંત-મહંતો દ્વારા શ્રીરામચરિત માનસજીના પાઠ કરવામાં આવશે. પૂ. હરીચરણદાસજી બાપુ મહારાજશ્રી નવ દિવસ ઉપસ્થિત રહેશે.

ભાવિકો ધર્મપ્રેમીભાઇ-બહેનો ગુરૂભાઇ-બહેનો આશ્રમે આવીને પણ પાઠ કરી શકે છે. તથા જે લોકો આશ્રમે નથી આવી શકતા  તેઓ ઘરે રહીને પણ શ્રી રામચરિતમાનસજી નવાહ પાઠ કરી આ પાઠમાં જોડાઇ શકે છે. ઘેરબેઠા પાઠમાં જોડાયેલ ધર્મપ્રેમીભાઇ-બહેનો મો.૯૫૮૬૩ ૦૮૧૭૮ ઉપર વોટસએપ મેસેજ કરવા વિનંતી કરાઇ છે.

પ.પૂ.શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રી કહેતા કે રાજકોટ મેરા હૃદય કેમ કે રાજકોટના લોકોને જે આજ્ઞા આપુ છુ તેઓનું બરાબર પાલન કરે છે. ઔર રાજકોટની દરેક જનતા માનસપ્રેમી હૈ માટે તેઓ હંમેશા કહેતા કે રાજકોટ તો ''રામ કોટ હૈ'' એટલે જ તેઓની ગુરૂ આજ્ઞાને ચરિતાર્થ કરીને રાજકોટની દરેક ધર્મપ્રેમી જનતા આ આસો નવરાત્રીમાં શ્રી રામચરિતમાનસજી નવાહ પાઠ ઘેર રહીને અવશ્ય કરે.

(4:13 pm IST)