Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

શહેરના ગરબી ચોક ૪૮ કલાકમાં ટનાટન કરોઃ ભાનુબેન સોરાણી

પેવિંગ બ્લોક, સી.સી.કામ, ડામર, પેચવર્ક, મેટલીંગ કામ અને જરૂર જણાય ત્યાં મોરમ/ ટાસ નાખવા વિપક્ષી નેતાની મ્યુ.કમિશ્નરને રજુઆત

રાજકોટ,તા. ૪ : કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ તા. ૭થી શરૂ થતી પવિત્ર નવરાત્રી પહેલા સમગ્ર શહેરના તમામ વિસ્તારોમાં પ્રાચીન શેરી ગરબીઓ યોજાતી હોય ગરીબઓમાં બાળાઓ રમતી હોય ત્યાં ખુલ્લા પગે ગરબા રમતી વખતે કોઇ અડચણ ન થાય તે માટે ગરબી ચોકમાં જ્યાં પેવીંગ બ્લોકની જરૂર જણાતી હોય ત્યાં પેવીંગ બ્લોક નાખવાની કામગીરી કરાવવા, આર.સી.સી. થી કામ કરાવવા, ડામર કામ કરાવવા, જરૂર જણાય ત્યાં પેચવર્ક કરાવવા, મેટલીંગ કામ કરાવવા અને મોરમ/ ટાસ નખાવવા માટેની કામગીરી ૪૮ કલાકમાં કરવા માટે મ્યુનિસીપલ કમિશ્નર અમિત અરોરાને પત્ર લખી રજુઆત કરી હતી.

(3:20 pm IST)