Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

પૂજય ગાંધીજી જન્મજયંતી નિમિતે રાષ્ટ્રીયશાળામાં ભજન- ગીતોનો કાર્યક્રમ

રાજકોટઃ પૂજય ગાંધીજીની ૧૫૨મી જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીયશાળાનાં પ્રાર્થનાખંડમાં રાષ્ટ્રીયશાળા સંચાલિત સંગીતશાળાનાં શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા પૂજયબાપુને શ્રધ્ધાંજલિ ભજનગીતો દ્વારા આપવામાં આવી હતી. પૂજય ગાંધીબાપુને જયારે તેમના શુભેચ્છકો તરફથી પુછવામાં આવેલ કે આપના જન્મદિ ૨ ઓકટોબરે અમે કઈ રીતે ઉજવીએ? ત્યારે પૂજય બાપુએ જણાવેલ કે મારો જન્મદિવસ ઉજવવાનો ન હોય જો જન્મદિન ઉજવવો જ હોય તો આ રેંટિયોનો ઉજવવો કે જે શ્રમજીવીઓનું સાધન છે. જોગાનુજોગ ભાદરવા વદ ૧૨ પણ બીજે જ દિવસે હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. દીપ  પ્રાગટ દ્વારા સંસ્થાના પ્રમુખશ્રી મનસુખભાઈ જોષી, મેનેજીંગ ટ્રસ્ટ જીતુભાઈ ભટ્ટ, ટ્રસ્ટી જયંતિભાઈ કલારિયા, સીન્ડીકેટ સભ્ય નિદતભાઈ બારોટ, ડો.અલ્પનાબેન ત્રિવેદી, ડો.કલાધર આર્ય, રમણિકભાઈ જસાણી, દેવેન્દ્રભાઈ ધામી, હરદેવભાઈ જાડેજા તથા નંદકિશોર જોષીએ પૂજય બાપુને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ જોષીએ પૂજય ગાંધીજીના સંસ્મરણો તાજા કરીને પ્રાર્થનાખંડનું વાતાવરણ પવિત્ર બનાવી આપેલ. ત્યારબાદ સંગીતશાળાનાં શિક્ષકો- વિદ્યાર્થીઓ દ્વારા વૈષ્ણવ જન તો...ભવ્ય શાસ્ત્રીયરાગમાં તથા પૂજય ગાંધીને જે પ્રિય ભજનો હતા તે ગાઈને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી. જેમાં સંગીતશાળાનાં શિક્ષકો સર્વેશ્રી સાજીદભાઈ મીર, ભાર્ગવભાઈ જાની, મેહુલભાઈ વાઘેલા, ગોપીબેન રાયઠઠ્ઠા, જિજ્ઞેશભાઈ લાઠીગરાએ કાર્યક્રમને કાર્યક્રમ સફળ કરવા માટે જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમની આભારવિધી કરતાં સીન્ડીકેટ સભ્ય ટી.એન.રાવ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી નિદતભાઈ બારોટે જણાવેલ કે આજે પણ પૂજય ગાંધીજીને પ્રિય સંગીત- કલા અહીં સાક્ષાત જોવા મળી રહી છે. જે ખરેખર ધન્યવાદને પાત્ર છે.

કાર્યક્રમમાં અન્ય શ્રોતાગણમાં જયેશભાઈ લાખાણી, દેવજીભાઈ રાઠોડ, સુનિલભાઈ ત્રિવેદી તથા રાષ્ટ્રીયશાળાનાં શુભચિંતકો હાજર રહેલ. કાર્યક્રમનું સંચાલન બંસરીબેન પંચોલીએ કરેલ.

ઉપરની લાઈનમાં ડાબી બાજુએ દીપ પ્રાગટય કરતાં મહાનુભાવો જણાય છે. જમણીબાજુ ઉદ્બોધન કરતાં રાષ્ટ્રીયશાળા પ્રમુખ મનસુખભાઈ જોષી, મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ, ટ્રસ્ટી જયંતિભાઈ કાલરિયા તથા એનાઉન્સ કરતાં બંસરીબેન પંચોલી જણાય છે. વચ્ચેની તસ્વીરમાં રાષ્ટ્રીયશાળા સંગીતશાળાનાં શિક્ષકો, વિદ્યાર્થીઓ ભજનો ગાતા નજરે પડે છે. નીચેની લાઈનમાં જમણી બાજુથી હરદેવસિંહ જાડેજા, રાષ્ટ્રીયશાળાના મેનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટ, યુનીવર્સિટીનાં ડો.કલાધરભાઈ આર્ય, સીન્ડીકેટ સભ્ય તેમજ ટી.એન.રાવ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી નિદતભાઈ બારોટ, નંદકિશોર જોષી, દેવેન્દ્રભાઈ ધામી, રાષ્ટ્રીયશાળાનાં પ્રમુખ મનસુખભાઈ જોષી, ટ્રસ્ટી જયંતિભાઈ કાલરિયા, કોઠારી લેબોરેટરીનાં મેનેજિંગ ટ્રસ્ટી રમણિકભાઈ જસાણી, મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટનાં મેનેજિંગ ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી તથા મીનાબેન કુંડલિયા કોલેજના પ્રિન્સીપાલ સ્મિતાબેન ઝાલા તથા શ્રોતાગણ નજરે જણાય છે.

(3:19 pm IST)