Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

બાલભવન તથા ભારત સેવક સમાજ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી

રાજકોટઃ બાલભવન તથા ભારત સેવા સમાજ દ્વારા ગાંધીજયંતી નિમિત્તે ગાંધી વિચારધારા કિવઝ' નું આયોજન કરાયુ હતુ.  કોલેજકક્ષાએ  કોલેજ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કલ આઇ ટીમે આ કિવઝમાં ભાગ લીધો હતો. ટી.એન. રાવ કોલેજ ઓફ એજયુકેશનના (૧) પારસ કેબાવળિયા (૨) ભરત આર. રાઠોડ (૩) વિજય એમ. શિહોરા તથા દ્વિતીય ક્રમે  ે સમાજશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (એમ.ફીલ.) (૧) સુરભી બી. ભુવા (૨) વત્સલ એચ. ટાંક(૩) જયશ્રી બી. મકવાણા તૃતીય ક્રમે - હરિદર્શન એમ.એસ.ડબલ્યુ. કોલેજ (૧) અશોક કે. મારૂ (૨) વિવેક આર. શિંગરખિયા (૩) દિપક એચ. સોલ કી વિજેતા બન્યા હતાં. વિજેતા બનેલ ટીમને ગાંધીજીની સત્યના પ્રયોગની આત્મકથા નામનું પુસ્તક પ્રમાણપત્ર, પુરસ્કાર આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા. બાલભવનના માનદમંત્રી મનસુખભાઈ જોષીએ  અનુરૂપ વકતવ્યો આપીને ગાંધીમૂલ્યોને જીવનમાં ઉતારવા આજના ભાવિ યુવાનોને પથદર્શક પ્રેરણા આપી.  ભૂતપૂર્વ પ્રિન્સીપાલ કનુભાઈ માવાણી તથા યશવંતભાઈ જનાણી વગેરેએ ઉપસ્થિત રહી ગાંધીજીને સુતરની આટી પહેરાવીને કવિઝની શરૂઆત કરાવી હતી.  ગૌતમભાઈ લીંબડીયાએ  કિવઝનું સંચાલન કર્યું હતું.  નિર્ણાયક તરીકે નયન જોશીએ સેવા પુરી પાડી હતી અને ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી ધર્મેશભાઈ પંડયાએ કરી હતી.  તેમ ભારત સેવક સમાજ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી એલ.એસ. સૈયદની  યાદીમાં જણાવવામાં આવેલ છે.

(3:55 pm IST)