Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

શ્યામજી કૃષ્ણવર્મા માત્ર ક્રાંતીકારી નહી, રાષ્ટ્રવાદની ઓળખ હતાઃ આજે જન્મ જયંતી

રાજકોટઃ માંડવીની સાંકડી ગલીઓમાં એક છેડે નાનકડા મકાનમાં ભુલો ભાણસાળી રહે નામ તો કૃષ્ણદાસ ભાણસાળી કચ્છમાં વસેલી ભાનુશાળી જ્ઞાતિમાં જન્મેલા કૃષ્ણદાસ માંડવીથી વિદેશમાં જતી ગાંસડીઓ બાંધવાનું કામ કરે. ૧૮પ૭ના એ વિપ્લવનો આરંભ મંગલ પાંડેએ મેરઠની છાવણીમાં કર્યો અને સમગ્ર દેશ આમને સામને સંઘર્ષ ભુમીમાં ફેરવાઇ ગયો એવા અજંપાના દિવસોમાં કૃષ્ણદાસ ભણસાળીને ત્યાં બાળકનો જન્મ થયો. ૧૮પ૭ની ચોથી ઓકટોબર માંડવીના ધુળીયા મહોલ્લાના એક અંધિયારા મકાનમાં પ્રકાશનું પહેલું કિરણ નીરખનાર બાળકનું નામ પડયું શામજી.

બાળક જન્મની ખુશાલી મનાવવાનું પિતા કૃષ્ણદાસનું નસીબ નહોતું. માંડવીમાં હવે જીવન ગુજરાન મુશ્કેલ હતું. ગાંસડીઓનો ધંધો ભાગી પડયો હતો. કૃષ્ણદાસ મનમાં આશાઓ લઇને મુંબઇ તરફ જવા રવાના થયા. કચ્છમાંથી ઘણા એવી રીતે મુંબઇ તરફ દોરાતા હતા. શામજીને માના પ્રેમનો અનુભવ થાય તે પહેલા તેણે આંખો મીચી લીધી. કૃષ્ણદાસ માટે આપતીના વાદળ ઓર ઘેરા બન્યા હવે શું કરવું?

શામજી તેના નાનીમાંના સહારે પાંગરવા માંડયો. દુર્દવની ઓથારે પણ તેના દિમાગની તાકાતનો પીંડ બંધાઇ રહયો હતો. નવુ જાણવાની અખુટ જિજ્ઞાસા, વાંચનનો બેહદ શોખ. સતર-અઢારના યુવક શામજીએ એક તરફ છેલ્લા દિવસોમાં અંધ બનેલા પિતાને ગુમાવ્યા. આ તેજસ્વી શામજીભાઇ મુંબઇના ધનિક વેપારી છબીલભાઇ લલ્લુભાઇ શેઠના પરિવારમાં વસી ગયા હતાં. હવે યોગ્ય પળ આવી હતી એટલે તેને બોલાવ્યો તેર વર્ષની સુંદર-સુશિક્ષિત દીકરી ભાનુમતિ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકયો. શામજી પરિવારમાં આવતા-જતા થયા હતાં, એટલે સંસ્કારનો તેને ખ્યાલ હતો, તેણે હા પાડી અને શામજી ભાનુમતી લગ્નબંધને જોડાયા.

૧૮૭૬માં મેટ્રીકની પરીક્ષા આવતી હતી. શામજી સહજ રીતે હવે 'શ્યામજી' તરીકે ઓળખાતા થયા હતા. સ્વામી દયાનંદ સરસ્વતીના આર્ય સમાજની અસર હેઠળ તેમણે પોતાનું અને પિતાજીનું નામ થોડુક બદલીને પાછળ 'વર્મા' ઉમેર્યું હતું. એ રીતે તે થયા હતા શ્યામજી કૃષ્ણવર્મા. જગતના ફલક પર તેમનું આ નામ જ પરિચિત બન્યું.

ગુજરાતી, મરાઠી, અખબારોએ પણ આ ગુજરાતી પંડિતના વખાત કરતા અગ્રલેખો લખ્યા. ઇંગ્લેન્ડથી મોનિયર વિલિયમ્સે ઇચ્છા તો વ્યકત કરી કે શ્યામજીને પોતાના સહાયક તરીકે લેવા તૈયાર છે. નસીબ સંઘર્ષની લકીર એવી હોય છે કે ગમે ત્યારે ગમે ત્યાં દોરાઇ જાય.

૧૮૭૯માં બેલિયન કોલેજમાં પ્રવેશ મળ્યો અને ચાર વર્ષ સ્નાતક બન્યા. તેજ કોલેજે તેમને સંસ્કૃતના અધ્યાપક બનવા આમંત્રણ આપ્યું. બે વર્ષ બાદ ઓકસફર્ડમાં બેરિસ્ટર-એટ-લો ની પદવી મેળવી મુંબઇના ગર્વનર કચ્છના રાજવીનું ધ્યાન દોર્યું અને એ રીતે કચ્છની, શિષ્યવૃતિ શ્યામજીને મળવાની શરૂ થઇ. શ્યામજીએ ચારે તરફની પસ્થિતિ તરફ ઝીણવટભરી નજર રાખી. ગુલામ દેશ અને નાના મોટા રજવાડા.. રાજવીઓ પ્રજા પર રાજ કરે અને રાજાઓ પર અંગ્રેજોની તક્રમત ચાલો હિન્દીઓને કાળા માણસો તરીકે ગણવામાં આવે. મોટામાં મોટા રાજાનેય વાઇસરોય પાસે માથુ જુકાવી ચાલવવું પડે. કયાય સ્વતંત્રતા નહિ મુકત વિચારો નહિ.

આવા અંધારામાં એક ઝગમતો દીવો તેણે જોયો લોકમાન્ય ગંગાધર ટિળકમાં પૂણેનો આ સિંહ પોતાની કલમ અને શબ્દોથી બ્રિટીશ સામ્રાજયને ખળભળાવી રહ્યો હતો. ગણપતી ઉત્સવ અને શિવાજી ઉત્સવ જેવા તહેવારોને જાહેર તહેવાર બનાવીને લોકોમાં તેમણે ીહંમત, સાહસ, અને સ્વદેશભકિતનો સંચાર કરવા માડયો હતો.

જાન્યુઆરી, ૧૯૦પ માં તેનો પહેલો અંક બહાર પડયો હતો. ભારતમાં તેને સ્વતંત્રતાના અખબાર તરીકે વધાવી લેવામાં આવ્યું છેક એ વર્ષ બ્રિટીશ સરકારને આ જોખમી લાગ્યુ એટલે, સમુદ્ર દ્વારા થતી આયાતના કાયદા હેઠળ પ્રતિબંધિત જાહેર કર્યું. શ્યામજી કૃષ્ણવર્મા એ ઇન્ડીયન સોશ્યોલોજીસ્ટ દ્વારા માત્ર ભારત જ નહિ આર્યલેન્ડ, તુકિસ્તાન અફઘાનિસ્તાન, રશિયા વગેરે સ્થાનોના આઝાદી જંગને બિરદાવતા રહ્યાં.

આ બધી પ્રવૃતિ માટે પહેલા અખબાર  પછી એક મોટુ કેન્દ્રઃ આવી શ્યામજીની ખ્વાહીશ હતી. અને નિર્માયું ભારત ભવન. ઇન્ડીયા હાઉસ એટલે દરેક દેશવાસીઓને માટે સ્વાતંત્ર્યનું કાશી ગણાવી શકાય એટલું મહત્વનું સ્થાન. શ્યામજી કૃષ્ણવર્મા એ અનેક કાર્યો માટે વિદેશોમાં દાન આપ્યું છે. જીનીવાની એક યુનિવર્સિટીને ૧૦,૦૦૦ કેક ભારતીય સંશોધનાત્મક મહાનિબંધ લખવા માટે આપ્યા હતાં. સ્વિઝરલેન્ડમાં અભ્યાસ કરતા હિંદના સાંસ્કૃીતક -સામાજિક અસ્મિતા જળવાઇ રહે અને એ વિષયક સંશોધન થતા હતી તે માટે વીસ લાખ ફેંક આપ્યા. તેમની લાયબ્રેરીનાં પુસ્તકો સોર્બો યુનિવર્સિટીને આપી દીધા. શ્યમાજીનાં જન્મ સ્થાન માંડવીમાં બંધાયેલી હોસ્પીટલને પણ એક લાખ મોકલ્યા. શ્યામજી કૃષ્ણવર્માનું મૃત્યુ માર્ચ ૧૯૩૧ નાં રોજ થયું આવા ભારતનાં વીર પુરૂષ શ્યામજી કૃષ્ણવમાં ને કયારેય ભૂલી શકાય નહીં.

(3:54 pm IST)