Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

લેણી રકમ વસુલવાના દાવામાં જેતપુરની પ્રજાપતિ પ્રિન્ટર વાળાની સ્ટેની માંગણી રદ

રાજકોટ તા.૪: અત્રેના સીવીલ જજ શ્રી પી.એન.ગૌસ્વામીે દાવા વાળી મીલકતની યથાવત પરિસ્થિત જાળવી રાખવા માટે દાવાનો નીકાલનઆવે ત્યા સુધી વાદીએ કરેલ અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

દાવાની હકીકત એવી છે કે જેતપુર સ્થિત પ્રજાપતી પ્રીન્ટરના ભાગીદાર બાબુભાઇ કાનજીભાઇ સાકરીયાએ જેતપુર સીવીલ કોર્ટ માં લેણી રકમ રૂ.૬૮૨૮૫૪ (છ લાખ બીયાસી હજાર આઠસો ચોપન પુરા) વ્યાજ સહીત વસુલ મેળવવા રાજકોટ સ્થિત ઇમ્પપોર્ટ એકસપોર્ટનુ કામકાજ કરતી પેઢી ઠકકર એકઝીમના માલીક નીતેશભાઇ ઠકકર વિરૂધ્ધ લેણી રકમ વસુલ મેળવવા દાવો દાખલ કરેલ હતો જે દાવામાં વાદી બાબુભાઇ સાકરીયાએ પ્રતીવાદી નીતેશભાઇ ઠકકર રાજકોટ સ્થિત મીલકતો ઉપર કામચલાઉ મનાઇ હુકમ પણ માંગલે હતો.

દાવાની હકીકત એવી છે કે જેતપુરના રહેવાસી બાબુભાઇ કાનજીભાઇ સાકરીયા જેતપુર ખાતે પ્રજાપતી પ્રીન્ટર નામની ભાગીદારી પેઢી ધરાવે છે અને આ પેઢી પ્રીન્ટીંગ તેમજ ડાઇંગનું કામકાજ કરે છે રાજકોટના રહેવાસી નીતેશભાઇ ઠકકર કે જેઓ ઠકકર એકઝીમના નામથી ઇમ્પોર્ટ એકસપોર્ટનું કામકાજ કરે છે તેઓ એ પ્રજાપતી પ્રીન્ટર પાસેથી રૂપીયા આશરે ૧૮ લાખનું પ્રીન્ટેડ કાપડનો ઓર્ડર આપેલ હતો અને જે માલ ઠકકર એકઝીમની સુચના મુજબ મુન્દ્રા પોર્ટથી ડાયરેકટ આફ્રીકા સ્થિત પેઢીને મોકલવામાં આવેલ હતો જે પૈકી આશરે રૂ.૧૨ લાખ જેટલી રકમ ચુકવી આપવામાં આવેલ હતી.

ત્યાર બાદ પ્રજાપતી પ્રીન્ટર ના ભાગીદાર બાબુભાઇ સાકરીયાએ જેતપુર સીવીલ કોર્ટમાં ઠકકર એકઝીમ વિરૂધ્ધ રકમ રૂ.૬૮૨૮૫૪ વ્યાજ સહીત વસુલ મેળવવા દાવો કરેલ હતો જે દાવામાં ઠકકર એકઝીમની રાજકોટ સ્થિત મીલકતો ઉપર કામચચલાઉ સ્ટેની માંગણી કરેલ હતી. પ્રતીવાદી ઠકકર એકઝીમના વકીલશ્રી સંજય પંડિતની દલીલોને ગ્રાહય રાખી જેતપુર સ્થિત પ્રજાપતી પ્રીન્ટરની વચગાળાના મનાઇ હુકમની અરજી નામંજુર કરતો હુકમ જેતપુરના સીવીલ જજ શ્રી પી.એન.ગોસાઇએ ફરમાવી ઠકકર એકઝીમની તરફેણમાં હુકમ ફરમાવેલ હતો.

આ કામે પ્રતીવાદી ઠકકર એકઝીમ વતી વકીલશ્રી સંજય એચ.પંડિત રોકાયેલ હતા.

(3:40 pm IST)