Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મોચી બઝાર જૂની લોધીવાડની શ્રીમહાકાળી ગરબી મંડળને પ્રાચીન ગરબીનું સન્માન

રાજકોટઃ શહેરનાં મોચી બઝારમાં આવેલ જૂની લોધીવાડ ખાતે ૧૯૭૮ થી શ્રી મહાકાળી ગરબી મંડળ દ્વારા માતાજીની આરાધના થાય છે. ફકત નાની બાળાઓ દ્વારા માતાજીનાં ગરબા લેવાય છે. ૩૬ જેટલી બાળાઓ માતાજી સ્વરૂપે ગરબે રમે છ.ે જે તસ્વીરમાં દર્શાય છ.ે ગરબીના સંચાલિકા ધનકુંવરબેન ઝરિયા આજે ૭ર વર્ષની વયે પણ ગરબીનું સફળ સંચાલન કરે છે. સતત ૪૧ વર્ષથી ચાલતી આ ગરબીને શહેરની સૌથી પ્રાચીન ગરબીનુ સન્માન પત્ર યુવાસેના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે.ે તસ્વીરમાં સન્માનપત્ર સાથે ધનકુંવરબેન દર્શાય છે.

(3:36 pm IST)