Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મગફળી ખરીદીઃ કોઠારીયા - બેડી - આણંદપરમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન ઠપ્પઃ મોટી ટેકનીકલ ખામી

ખેડુતોને ભારોભાર અન્યાયઃ તાકિદે યોગ્ય કરોઃ કલેકટરને પાઠવાતું આવેદન

કોઠારીયા-બેડી-આણંદપરના મગફળી ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં મોટો ખોટકો આવતા કલેકટરને રજુઆતો કરાઇ હતી.

રાજકોટ તા. ૪: જીલ્લા પંચાયતના સભ્યશ્રી નાનજીભાઇ ડોડીયા તથા અન્યોએ કલેકટરને આવેદન પાઠવી રાજકોટ તાલુકાના કોઠારીયા, બેડી ત્થા આણંદપર ગામોમાં મગફળી નોંધણીનું ઓન લાઇન સુવિધા ન હોય તો ચાલુ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, હાલમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ઓનલાઇન રજીસ્ટર કરવાનું ચાલુ કરેલ છે. પણ કોઇ ટેકનીકલ ખામીને હિસાબે મારા વિસ્તારના ઉપરોકત ત્રણ ગામોનું રજીસ્ટર થઇ શકતું નથી. પુરા ગુજરાતમાંથી અંદાજે ૩ લાખ ઉપરની અરજીઓ થઇ ગયેલ છે. તો અમારા ત્રણ ગામના ખેડુતોને અન્યાય થયેલ છે તેને વહેલી તકે ઓનલાઇન રજીસ્ટર ચાલુ કરાવો અને અમારા ખેડુતોની મગફળી લાભ પાંચમની પહેલા ખરીદે તેવી વ્યવસ્થા કરાવવા વિનંતી છે.

(3:35 pm IST)